Not Set/ ટ્રમ્પનાં મધ્યસ્થી પ્રસ્તાવ પર ચીને આપ્યો જવાબ, વિવાદનાં ઉકેલ માટે થર્ડ પાર્ટીની નથી જરૂર

ભારત અને ચીન વચ્ચે થોડા દિવસોથી બોર્ડરને લઇને વિવાદ વકરી રહ્યો છે. જેને લઇને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બન્ને દેશો વચ્ચે મધ્યસ્થાની વાત કહી હતી, જે બાદ હવે ચીને આ અંગે પોતાની પ્રતિક્રિયા સ્પષ્ટ કરી છે. ચીને શુક્રવારે ભારત સાથે હાલનાં વિવાદ સમાપ્ત કરવા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં મધ્યસ્થીનાં પ્રસ્તાવને ફગાવી દીધો હતો. ટ્રમ્પે બુધવારે […]

World
55803088fb77bc4dcf1fe5269f9ee432 ટ્રમ્પનાં મધ્યસ્થી પ્રસ્તાવ પર ચીને આપ્યો જવાબ, વિવાદનાં ઉકેલ માટે થર્ડ પાર્ટીની નથી જરૂર

ભારત અને ચીન વચ્ચે થોડા દિવસોથી બોર્ડરને લઇને વિવાદ વકરી રહ્યો છે. જેને લઇને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બન્ને દેશો વચ્ચે મધ્યસ્થાની વાત કહી હતી, જે બાદ હવે ચીને આ અંગે પોતાની પ્રતિક્રિયા સ્પષ્ટ કરી છે. ચીને શુક્રવારે ભારત સાથે હાલનાં વિવાદ સમાપ્ત કરવા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં મધ્યસ્થીનાં પ્રસ્તાવને ફગાવી દીધો હતો. ટ્રમ્પે બુધવારે અચાનક ભારત અને ચીન વચ્ચેનાં સરહદ વિવાદ પર મધ્યસ્થી કરવાની ઓફર કરી હતી અને કહ્યું હતું કે તેઓ બંને પાડોશી દેશોની સૈન્ય વચ્ચે ચાલી રહેલા વિવાદ દરમિયાન વધી રહેલા તણાવને ઓછો કરવા તૈયાર, ઈચ્છુક અને સક્ષમ છે.

પ્રથમ વખત યુ.એસ.નાં પ્રસ્તાવ પર પ્રતિક્રિયા આપતા ચીનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું હતું કે, બંને દેશો હાલનાં સૈન્ય ગતિનાં સમાધાન માટે “તૃતીય પક્ષની દખલ” ઇચ્છતા નથી. અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પનાં પ્રસ્તાવ વિશે પૂછવામાં આવતા, ઝાઓએ કહ્યું કે, “ચીન અને ભારત વચ્ચે સરહદ સંબંધિત મિકેનિઝમ્સ અને સંવાદ માધ્યમ છે.તેમણે કહ્યું, “અમે વાતચીત અને વિચાર-વિમર્શ દ્વારા સમસ્યાઓનું સમાધાન યોગ્ય રીતે હલ કરવામાં સક્ષમ છીએ. અમને તૃતીય પક્ષની દખલની જરૂર નથી.”

આપને જણાવી દઈએ કે, ભારત અને ચીન વચ્ચેનાં સરહદ વિવાદ અંગે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં નિવેદન પર એક સવાલ ઉભો થયો છે. ગત રાત્રે અમેરિકન રાષ્ટ્રપતિએ ભારત અને ચીન વચ્ચે મધ્યસ્થી કરવાની ઇચ્છાનું પુનરાવર્તન કરતા કહ્યું કે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી જે બંને દેશો વચ્ચેનાં મોટા વિવાદઅંગે સારા મૂડમાં નથી. જો કે તેના ટૂંક સમયમાં જ ભારત સરકારે ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે કોઈ વાતચીત થઇ હોવાનો ઇનકાર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.