Not Set/ ટ્રમ્પ સરકારની મોટી ભૂલ, મૃત્યુ પામેલા લોકોનાં ખાતામાં જમા કરાવ્યા રૂપિયા 10 હજાર કરોડ

અમેરિકામાં કોરોના વાયરસનો સૌથી વધુ કહેર જોવા મળી રહ્યો છે, અત્યાર સુધીમાં 24.69 હજારથી વધુ કેસની પુષ્ટિ થઈ છે અને આ સંખ્યા સતત વધી રહી છે. દરમિયાન, ટ્રમ્પ સરકાર દ્વારા કરવામાં આવેલી ભૂલની અમેરિકાનાં વિપક્ષે આકરી ટીકા કરી છે. આપને જણાવી દઇએ કે, કેન્દ્રિય વહીવટીતંત્રએ કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોને 1.4 અબજ ડોલર (દસ હજાર […]

World
eab53def63e16331f4d00ef440458222 ટ્રમ્પ સરકારની મોટી ભૂલ, મૃત્યુ પામેલા લોકોનાં ખાતામાં જમા કરાવ્યા રૂપિયા 10 હજાર કરોડ

અમેરિકામાં કોરોના વાયરસનો સૌથી વધુ કહેર જોવા મળી રહ્યો છે, અત્યાર સુધીમાં 24.69 હજારથી વધુ કેસની પુષ્ટિ થઈ છે અને આ સંખ્યા સતત વધી રહી છે. દરમિયાન, ટ્રમ્પ સરકાર દ્વારા કરવામાં આવેલી ભૂલની અમેરિકાનાં વિપક્ષે આકરી ટીકા કરી છે.

આપને જણાવી દઇએ કે, કેન્દ્રિય વહીવટીતંત્રએ કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોને 1.4 અબજ ડોલર (દસ હજાર કરોડ રૂપિયાથી વધુ) ની રકમ જારી કરી દીધી, જેનો ખુલાસો શુક્રવારે થયો હતો. જણાવી દઇએ કે, યુએસ સરકારની એકાઉન્ટિબિલીટી ફિસે ટ્રમ્પ સરકારની કોરોના વાયરસ રોગચાળા સામેની લડતમાં 6 મહિનાની કાર્યવાહીની સમીક્ષા કરી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દુર્ભાગ્યપૂર્ણ છે કે કોરોના સંકટમાં રહેલા લોકોને આર્થિક સહાય માટે ચાર મહિના રાહ જોવી પડી હતી, તેનું કારણ એ છે કે 30 મી એપ્રિલનાં રોજ મૃત લોકોની સહાયનાં નામે આશરે 11 લાખ જેટલી ચુકવણી કરવામાં આવી હતી. આ પાછળનું કારણ એ છે કે યુ.એસ. (આઇઆરએસ એટલે કે આંતરિક મહેસૂલ સેવા) પર કર વસૂલાતની દેખરેખ રાખતી સંઘીય એજન્સીએ દલીલ કરી હતી કે તેમની પાસે કોઇ એવા શખ્સનું પેમેન્ટ રોકવાનો કાયદેસર અધિકાર નથી જેને 2019 માં ટ્રેક્સ જમા કરી દીધો છે, પછી ભલે તે વ્યક્તિ મૃત્યુ પામ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.