Not Set/ ડિઝલનાં ભાવ વધારાનો સૌરાષ્ટ્રમાં ખેડૂતો દ્વારા ઠેરઠેર વિરોધ, વિરોધદમન આંદોલનમાં પરિણમે તેવી વકી

વિશ્વ ફલક પર જ્યારે ક્રુડ ઓઇલનાં ભાવ તળીયે પહોંચી ગયા છે, ત્યારે દેશમાં પેટ્રોલ અને ડિઝલનાં ભાવો પાછલા 19 કરતા વધારે દિવસોથી વધી રહ્યા છે. અરે હદ તો,  તે થઇ છે કે હાલ ડિઝલ દેશમાં પેટ્રોલ કરતા મોંધુ થઇ ગયું છે. ડિઝલનાં ભાવમાં ભારે વધારાથી ન ફક્ત ઔદ્યોગીક ક્ષેત્રે પણ કૃષી ક્ષેત્રે પણ ભારે નુકસાની […]

Gujarat Rajkot
df3e2e0f3309cd6c7886bc1205240470 ડિઝલનાં ભાવ વધારાનો સૌરાષ્ટ્રમાં ખેડૂતો દ્વારા ઠેરઠેર વિરોધ, વિરોધદમન આંદોલનમાં પરિણમે તેવી વકી

વિશ્વ ફલક પર જ્યારે ક્રુડ ઓઇલનાં ભાવ તળીયે પહોંચી ગયા છે, ત્યારે દેશમાં પેટ્રોલ અને ડિઝલનાં ભાવો પાછલા 19 કરતા વધારે દિવસોથી વધી રહ્યા છે. અરે હદ તો,  તે થઇ છે કે હાલ ડિઝલ દેશમાં પેટ્રોલ કરતા મોંધુ થઇ ગયું છે. ડિઝલનાં ભાવમાં ભારે વધારાથી ન ફક્ત ઔદ્યોગીક ક્ષેત્રે પણ કૃષી ક્ષેત્રે પણ ભારે નુકસાની સર્જાઇ તેવી દેહશત દેશભરમાં જોવામાં આવી રહી છે. 70 ટકા ભારત જ્યારે ગામડામાં વસે છે અને ખેતી પર નીરભર છે, ત્યારે ભારતમાં મહત્મ ભાગની ખેતી સિંચાઇને આધીન છે. કૃષીક્ષેત્રે ડિઝલનો વપરાશ ભારતમાં ખુબ મોટા પ્રમાણમાં જોવામાં આવે છે. ડિઝલનાં ભાવ વધારાને કારણે ખેડૂતો દેશભરમાં ઉકળી ઉઠ્યા છે. 

સૌરાષ્ટ્રમાં જેતપૂર અને ઘોરાજીમાં તો ખેડૂતો રીતસરનાં ડિઝલનાં ભાવ વધારાને કારણે આક્રોશમા આવી ગયા છે અને આંદોલનનાં માર્ગે આવી ગયાનું સામે આવી રહ્યું છે. જેતપુરમાં ડીઝલના ભાવ વધારાને લઈને ખેડૂતોમાં આક્રોશ દેખાઇ રહ્યો છે. ખેડુતોએ ટ્રેકટરને દોરડેથી ખેંચીને વિરોધ કર્યો છે. ખેતરમાં જ ખેડૂતોએ કાગળના બેનરો સાથે વિરોધ નોંધાવી રહ્યાનાં દ્રશ્યો જોવામાં આવી રહ્યા છે. ડીઝલના ભાવ વધતા ખેતી કામમાં ખેડૂતોને મુશ્કેલી પડતી હોવાથી ખેડૂતોને ડિઝલના ભાવમાં રાહત આપવામાં આવે તેવી વિનંતી સાથેની માંગ કરવામાં આવી રહી છે. ખેડૂતોને ડીઝલ ઉપર ટેક્સ ફ્રી આપવાની માંગણી જેતપૂર સહિત સૌરાષ્ટ્રનાં અનેક ભાગોમાંથી ઉઠી રહી છે. 

ધોરાજીમાં પણ  પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઈ ખેડૂતોમા આક્રોશમાં છે. પેટ્રોલ પંપ પર કર્મચારીઓને ગુલાબ આપી ખેડૂતો પેટ્રોલ – ડિઝલમાં અસહ્ય ભાવ વધારાનો વિરોધ કરી રહ્યા છે. જો કે, ધોરાજી ખાતે ભાવ વધારા સામે વિરોધ કરતાં 7 જેટલા ખેડૂતોની ધોરાજી પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. ત્યારે લોકો અને ખેડૂતોમાં ચર્ચાએ જોર પકડ્યુ છે કે, વિરોધ કરનાર ખેડૂતોની અટકાયતથી આ મામલે શાંત થઇ જાય તેવુ લાગતુ નથી, ઉલટાનું સરકારનું આવુ પગલુ આ વિરોધને આંદોલનની હવા આપે તેવુ પ્રતિત થાય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews