Not Set/ ગુમ થયેલાં ભારતીય ઇજનેરને શોધવા નીકળેલી પાકિસ્તાની પત્રકાર બે વર્ષે મળી

ઇસ્લામાબાદ   બે વર્ષ સુધી ગુમ થયેલ પાકિસ્તાનની મહિલા પત્રકારને પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓ શોધી કાઢી છે. અહેવાલ મુજબ, પાકિસ્તાની સુરક્ષા દળો કથિત ભારતીય જાસૂસની શોધ કરી રહ્યા હતા, જે દરમિયાન ઝૈનત શાહજાદી મળી આવી હતી.જીનત શાહઝાદી પાકિસ્તાનમાં ગુમ થઇ ગયેલા ભારતીય એન્જીનીયર નિહાદ હામિદ અંસારીનો શોધવા નીકળી હતી અને એ પછી ગુમ થઇ ગઇ હતી.બુધવારે રાત્રે […]

Top Stories
news2101 ગુમ થયેલાં ભારતીય ઇજનેરને શોધવા નીકળેલી પાકિસ્તાની પત્રકાર બે વર્ષે મળી

ઇસ્લામાબાદ  

બે વર્ષ સુધી ગુમ થયેલ પાકિસ્તાનની મહિલા પત્રકારને પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓ શોધી કાઢી છે. અહેવાલ મુજબ, પાકિસ્તાની સુરક્ષા દળો કથિત ભારતીય જાસૂસની શોધ કરી રહ્યા હતા, જે દરમિયાન ઝૈનત શાહજાદી મળી આવી હતી.જીનત શાહઝાદી પાકિસ્તાનમાં ગુમ થઇ ગયેલા ભારતીય એન્જીનીયર નિહાદ હામિદ અંસારીનો શોધવા નીકળી હતી અને એ પછી ગુમ થઇ ગઇ હતી.બુધવારે રાત્રે જીનતને અફઘાનિસ્તાન બોર્ડર પાસેથી શોધી કાઢવામાં આવી હતી.

  જીનત શાહજાદી ઓગસ્ટ 2015 માં લાહોરથી અદ્રશ્ય થઇ ગઇ હતી.તેના પરિવારે શાહઝાદીનું અપહરણ થઇ ગયું હોવાનો દાવો કર્યો હતો.શાહઝાદીના ભાઇ સલામને તત્કાલીન પીએમ નવાઝ શરીફની મદદ માંગતા કહ્યું હતું કે શું કોઇ ભારતીયને મદદ કરવી એ ગુનો છે?મારી બહેને એક ગુમ થયેલા ભારતીયને શોધવામાં મદદ કરી તો તેના પરિવારને ઘણું ભોગવવાનું આવ્યું.

ગુમ થયેલા ભારતીય ઇજનેરની માતા ફોજીયા અંસારીએ પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટમાં હ્યુમન રાઇટ્સ સેલમાં અરજી પણ કરી હતી.

જો કે, શાહજાદી ઘણા દિવસો ક્યાં હતા અને તેઓને કોણે કિડનીપ કર્યા હતા તે વિશે કોઈ માહિતી પ્રદાન કરવામાં આવી નથી. શાહજાદીના પરિવાર અને માનવ અધિકાર સંગઠનોનું માનવું હતું કે શાહજાદીને પાકિસ્તાની ગુપ્ત એજન્સી દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. 25 વર્ષીય શાહજાદી ફ્રીલાન્સ રિપોર્ટર તરીકે કામ કરી રહી હતી. તે પાકિસ્તાનમાં ‘મિસિંગ પરસન’ તરીકે નોંધાઇ હતી.