Not Set/ ગાંધીનગર:મહેસુલી કર્મચારીઓની આજે રેલી, સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કરી નોંધાવ્યો વિરોધ

રાજ્યના મહેસૂલી કર્મચારીઓની ઘણા સમયથી 17 પડતર માગણીઓ બાબતે મહામંડળ દ્વારા સરકારમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં આ પ્રશ્નો પ્રત્યે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જેના પગલે રાજ્યના મહેસૂલી કર્મચારી વર્ગ 3નાં તમામ કર્મચારીઓ 9 ડિસેમ્બરથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યાં છે. જ્યારે મહેસૂલી કર્મચારીઓની માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી આ હડતાલ ચાલુ […]

Top Stories Gujarat
gandhinagar ગાંધીનગર:મહેસુલી કર્મચારીઓની આજે રેલી, સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કરી નોંધાવ્યો વિરોધ

રાજ્યના મહેસૂલી કર્મચારીઓની ઘણા સમયથી 17 પડતર માગણીઓ બાબતે મહામંડળ દ્વારા સરકારમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં આ પ્રશ્નો પ્રત્યે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જેના પગલે રાજ્યના મહેસૂલી કર્મચારી વર્ગ 3નાં તમામ કર્મચારીઓ 9 ડિસેમ્બરથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યાં છે. જ્યારે મહેસૂલી કર્મચારીઓની માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે. આ હડતાલના પગલે જનસેવા કેન્દ્રો, ઈ-ધારા કેન્દ્રો,પુરવઠા વિભાગ તેમજ કલેક્ટર કચેરીમાં કામકાજ ઠપ થયું છે.

રાજ્યના મહેસુલ વિભાગના કર્મચારીઓની તેમની પડતર માંગણીઓ મુદે 9 ડિસે.થી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. જે હજુ પણ યથાવત છે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કરી કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે. આજે આ કર્મચારીઓ રેલી યોજી CM ને આવેદન આપશે. મહેસુલ કર્મચારીઓના ધરણાં આજે પણ યથાવત રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.