Surat/ PSI જોષી આત્મહત્યા કેસનાં આરોપી પતિ સહિતનાં સાસરિયાઓ ભાવનગરથી ઝડપાયા

સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર સુરતનાં PSI જોષી આપઘાતનાં મામલામાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મરણજનાર PSI જોષીનાં કોન્સ્ટેબલ પતિ સહિતના

Gujarat Surat
a 73 PSI જોષી આત્મહત્યા કેસનાં આરોપી પતિ સહિતનાં સાસરિયાઓ ભાવનગરથી ઝડપાયા
  • સુરતમાં PSI જોષી આપઘાતનો મામલો
  • કોન્સ્ટેબલ પતિ સહિતના સાસરિયાઓ ઝડપાયા
  • પોલીસે તમામને ભાવનગરથી ઝડપી પાડ્યા
  • પતિના અફેર અને સાસરિયાના ત્રાસથી આપઘાત કર્યો હતો
  • PSIએ પોતાના પેટમાં ગોળી ધરબી દીધી હતી
  • પોલીસ આરોપીઓને સુરત લાવવા રવાના

સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર સુરતનાં PSI જોષી આપઘાતનાં મામલામાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મરણજનાર PSI જોષીનાં કોન્સ્ટેબલ પતિ સહિતના સાસરિયાઓને પોલીસ દ્રારા ઝડપી પાડવામાં આવ્યા છે. PSI જોષીએ આત્મઘાત કર્યા બાદ પતિ સહિત સાસરિયા સામે કેસ નોંધવામાં આવતા, તમામ લોકો ભાગી છુટ્યા હતા.

પોલીસ દ્વારા તપાસનાં ઘમઘમાટ સાથે PSI આત્મહત્યા કેસનાં આરોપી પતિ સહિતનાં સાસરિયાઓને ભાવનગરથી ઝડપી પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક વિગતો સામે આવ્યા પ્રમાણે પતિના અફેર અને સાસરિયાના ત્રાસથી સુરતનાં મહિલા PSIએ આપઘાત કર્યો હતો. આપને જણાવી દઇએ કે, મહિલા PSIએ પોતાનાં હાથે જ પોતાનાં પેટમાં ગોળી ધરબી દીધી હતી અને મોતને વહાલું કર્યું હતું. પોલીસ દ્વારા ઝડપવામાં આવેલા તમામ આરોપીઓને સુરત લાવવાની તજવીજ સાથે રવાના કરવામાં આવ્યા છે.

Pollution / પ્રદુષણ કોરોનાથી પણ અત્યંત ઘાતક, એક વર્ષમાં 16.70 લાખ લોકોનો…

આત્મઘાતની મૂળ ઘટના પર નજર કરવામાં આવે તો સુરતના ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતી એક મહિલા PSI એ આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતો. પોતાની જ સર્વિસ રિવોલ્વરલથી મહિલા પીએસઆઇ એ ગોળી મારી આપઘાત કરી લેતા ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો દોડતો થયો હતો.

Covid-19 / નવો કોરોના સ્ટ્રેન અત્યંત ખતરનાક, ક્યારે આવ્યો અને ક્યાં-ક્ય…

સુરતના દિલ્હી ગેટ વિસ્તારમાં આવેલ ફલાસા વાડી પોલીસ કોલોની ખાતે રહેતા મહિલા PSIએ પોતાના જ ઘરમાં ગોળી મારી આપઘાત કરી લીધો હતો. મહિલા પીએસઆઇ અમિતા જોશીએ પોતાની સર્વિસ રિવોલવોર માંથી પોતાને ગોળી મારી આપઘાત કરી લીધો હતો.

અમિતા જોશી સુરતના ઉધના પોલીસ સ્ટોશનનાં પટેલ નગર પોલીસ ચોકીમાં ઇન્વે ચાર્જમાં મહિલા PSI તરીકેની ફરજ બજાવતા હતા. PSI અમિતા જોશી પરણિત છે અને તેને એક બાળક પણ છે. જોકે પોલીસની તાપસમા ત્યારે તો મહિલા PSI એ કયા કારણો સર આ પ્રકારે આપઘાત કર્યો, તે તો જાણી શકાયું નહોતું. મહિલા PSI ના આપઘાત પાછળ પોલીસની ફરજ પરની કામગીરી ને લઈ અને પછી ઘર કંકાસ કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે દિશામાં મહિધરપુરા પોલીસ તપાસ કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…