Not Set/ ડેબ્યુ મેચમાં ધોનીએ મને આપી એવી સલાહ, સાંભળી હુ તેમની સામે જ જોતો રહ્યો : સ્યુઅર્ટ બિન્ની

  ટીમ ઈન્ડિયાથી બહાર થઇ રહેલા ઓલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્નીએ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથેની જૂની ઘટનાને યાદ કરી છે. સ્ટુઅર્ટ બિન્નીએ વર્ષ 2014 માં ઇંગ્લેન્ડ સામેની નોટિંઘમ ટેસ્ટ વિશે સ્પોર્ટ્સકીડાને આપેલા ઇન્ટરવ્યુંમાં જણાવ્યું છે. આ સ્ટુઅર્ટ બિન્નીની પ્રથમ ટેસ્ટ હતી. સ્ટુઅર્ટ બિન્નીએ કહ્યું, ‘ધોની ભાઈએ મને કહ્યું કે આ ટેસ્ટ મેચ બચાવવા માટે આપણે […]

Uncategorized
10a5a4c60657c15e6ecd9e25b3703627 ડેબ્યુ મેચમાં ધોનીએ મને આપી એવી સલાહ, સાંભળી હુ તેમની સામે જ જોતો રહ્યો : સ્યુઅર્ટ બિન્ની
 

ટીમ ઈન્ડિયાથી બહાર થઇ રહેલા ઓલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્નીએ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથેની જૂની ઘટનાને યાદ કરી છે. સ્ટુઅર્ટ બિન્નીએ વર્ષ 2014 માં ઇંગ્લેન્ડ સામેની નોટિંઘમ ટેસ્ટ વિશે સ્પોર્ટ્સકીડાને આપેલા ઇન્ટરવ્યુંમાં જણાવ્યું છે. આ સ્ટુઅર્ટ બિન્નીની પ્રથમ ટેસ્ટ હતી.

સ્ટુઅર્ટ બિન્નીએ કહ્યું, ‘ધોની ભાઈએ મને કહ્યું કે આ ટેસ્ટ મેચ બચાવવા માટે આપણે 4 થી 5 કલાક સુધી બેટિંગ કરવી પડશે. હું તેમની તરફ જોતો રહ્યો. મને વિશ્વાસ નહતો થઈ શક્યો કે તે મને આવું કેમ કહે છે. સ્ટુઅર્ટ બિન્નીએ કહ્યું, ‘મને સ્થાનિક ક્રિકેટમાં 8-9 વર્ષનો અનુભવ હતો, આ અનુભવ મારા કામ આવ્યો. મને ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારવાનું સારુ લાગતુ, પણ હું સંમત છું કે 78 રનની મેચ બચાવતી ઇનિંગ્સ ખાસ હતી.

આ ટેસ્ટ મેચમાં સ્ટુઅર્ટ બિન્નીએ 78 રનની ઇનિંગ રમીને ભારતને હારથી બચાવ્યું હતું. બિન્નીએ રવિન્દ્ર જાડેજા (31) ની સાથે સાતમી વિકેટ માટે 65 અને ભુવનેશ્વર કુમાર (અણનમ 63) સાથે આઠમી વિકેટ માટે 91 રન જોડ્યા. સ્ટુઅર્ટ બિન્નીએ વર્ષ 2014 માં બાંગ્લાદેશ સામે રમાયેલી વનડેમાં 4 રનમાં 6 વિકેટ લીધી હતી. સ્ટુઅર્ટ બિન્નીએ તેના તે સ્પેલ વિશે કહ્યું હતું કે આજે પણ જ્યારે તે વીડિયો જુએ છે ત્યારે તેના વાળ ઉભા થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.