Not Set/ ડેરા સચ્ચા સોદાના ચીફ રામ રહીમને આજે રોહતક જેલમાં સજા સંભળાવામાં આવશે

યૌન શોષણ કેસમાં દોષિત ડેરા સચ્ચા સોદાના ચીફ રામ રહીમને રોહતક જેલમાં જ સજા સંભળાવવામાં આવશે. પોલીસે ન્યૂઝ એજન્સીને જણાવ્યું છે કે, જેલમાં કોર્ટની કાર્યવાહી અંદાજે બપોરે 2.30 વાગે શરૂ થશે. આ વિશેની બધી જ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. રોહતકમાં 23 કંપની પેરામિલેટ્રી ફોર્સ તૈનાત કરવામાં આવી છે અને આર્મીને સ્ટેન્ડબાયનો ઓર્ડર આપવામાં […]

India
vlcsnap error317 1 ડેરા સચ્ચા સોદાના ચીફ રામ રહીમને આજે રોહતક જેલમાં સજા સંભળાવામાં આવશે

યૌન શોષણ કેસમાં દોષિત ડેરા સચ્ચા સોદાના ચીફ રામ રહીમને રોહતક જેલમાં જ સજા સંભળાવવામાં આવશે. પોલીસે ન્યૂઝ એજન્સીને જણાવ્યું છે કે, જેલમાં કોર્ટની કાર્યવાહી અંદાજે બપોરે 2.30 વાગે શરૂ થશે. આ વિશેની બધી જ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. રોહતકમાં 23 કંપની પેરામિલેટ્રી ફોર્સ તૈનાત કરવામાં આવી છે અને આર્મીને સ્ટેન્ડબાયનો ઓર્ડર આપવામાં આવ્યો છે. રોહતકને અભેદ કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે. હરિયાણાના ડીજીપી બીએસ સંધુએ જણાવ્યું છે કે, સિરસામાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે…સરકારે મંગળવારે સવારે 11.30 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવા ઉપર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. પંચકૂલા, રોહતક, કૈથલ અને અંબાલામાં સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, રામ રહીમને 25 ઓગસ્ટે આ કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે. ત્યાર પછી હરિયાણા-પંજાબ સહિત 6 રાજ્યોમાં ડેરાના સમર્થકોએ હિંસા શરૂ કરી દીધી હતી. હિંસામાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 45 સુધી પહોંચી ગઈ છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ કેસમાં આજે બાબાને સાત વર્ષ સુધી જેલની સજા થઈ શકે છે.