Not Set/ તમિલનાડૂઃ પલાનીસ્વામીને રાજ્યપાલ સી વિદ્યાસાગર રાવને 11:30 વાગે મળવા માટે બોલાવ્યા

ચેન્નઇઃ તમિલનાડૂમાં નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણને લઇને સૌની નજર હવે રાજ્યપાલ સી વિદ્યાસાગર રાવ પર ટકી છે. પલાનીસ્વામીને લઇને ગવર્નરને આજે 11:30 વાગે મુલાકાત માટે બોલાવ્યા હતા. તેમની સાથે ચાર MLA પણ હશે. આ પહેલા ઇદાપડ્ડી કે પલાનીસ્વામી અને તેના વિરોધી ઓ. પન્નીરસેલ્વમ બન્નેએ રાજ્યપાલ સાથે મલાકાત કરીને પોતાની સાથે અન્નદ્રમુક વિધાયકોની સમર્થન કરવાની વાત […]

India
palanisamy governor તમિલનાડૂઃ પલાનીસ્વામીને રાજ્યપાલ સી વિદ્યાસાગર રાવને 11:30 વાગે મળવા માટે બોલાવ્યા

ચેન્નઇઃ તમિલનાડૂમાં નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણને લઇને સૌની નજર હવે રાજ્યપાલ સી વિદ્યાસાગર રાવ પર ટકી છે. પલાનીસ્વામીને લઇને ગવર્નરને આજે 11:30 વાગે મુલાકાત માટે બોલાવ્યા હતા. તેમની સાથે ચાર MLA પણ હશે.

આ પહેલા ઇદાપડ્ડી કે પલાનીસ્વામી અને તેના વિરોધી ઓ. પન્નીરસેલ્વમ બન્નેએ રાજ્યપાલ સાથે મલાકાત કરીને પોતાની સાથે અન્નદ્રમુક વિધાયકોની સમર્થન કરવાની વાત કરી છે.  અન્નદ્રમુક ધારાસભ્ય દળની નેતા પલાનીસ્વામીએ મંગળવારે રાજ્યપાલ સાથે મુલાકાત કરી સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. તેમણે બુધવારે સાજે ફરી રાજ્યપાલ સાથે મુલાકાત કરીને પોતાના જૂથમાં પાર્ટીના 134 માંથી 124 ધારાસભ્યોના સમર્થનની વાત કરી હતી.  તમિલનાડૂમાં 234 ધારાસભ્યો છે.

આ સાથે જ પન્નીરસેલ્વમે બુધવારે રાજ્યપાલ સાથે મુલાકાત કરી “બહુમત” નો દાવો કર્યો હતો. અને બહુમત સાબિત કરવા માટેની તક આપવાની માંગ કરી હતી. પન્નીરસેલ્વમ જૂથનો દાવો છે કકે, અન્નદ્રમુક ધારાસભ્યોની તેમની મર્જી વિરુદ્ધ ચેન્નઇ બહાર વિસ્તારમાં એક રિસોર્ટમાં બંધક બનાવીન રાખવામાં આવ્યા હતા.