Not Set/ ચીન ના પચાવી શક્યું ઇસરોની સફળતા, કરી આવી કોમેન્ટ

નવી દિલ્હીઃ ભારતે એક સાથે 104 સેટેલાઇટના સફળ પ્રક્ષેપણ પર સમગ્ર દેશમાં અને દુનિયાનું મીડિયા ઇસરોના વખાણ કરી રહ્યું છે. ત્યારે ચીનને આ વાત પચતી નથી, ચીનના મીડિયાએ પોતાના લેખમાં લખ્યું છે કે, 104 સેટેલાઇટ લૉન્ચ કરવો ભારત માટે ઉપલબ્ધી છે. પણ ભારત હજી પણ સ્પેશના ક્ષેત્રમાં અમેરિકા અને ચીનથી ઘણું પાછળ છે. ચીને કેમ […]

World
ચીન ના પચાવી શક્યું ઇસરોની સફળતા, કરી આવી કોમેન્ટ

નવી દિલ્હીઃ ભારતે એક સાથે 104 સેટેલાઇટના સફળ પ્રક્ષેપણ પર સમગ્ર દેશમાં અને દુનિયાનું મીડિયા ઇસરોના વખાણ કરી રહ્યું છે. ત્યારે ચીનને આ વાત પચતી નથી, ચીનના મીડિયાએ પોતાના લેખમાં લખ્યું છે કે, 104 સેટેલાઇટ લૉન્ચ કરવો ભારત માટે ઉપલબ્ધી છે. પણ ભારત હજી પણ સ્પેશના ક્ષેત્રમાં અમેરિકા અને ચીનથી ઘણું પાછળ છે.

ચીને કેમ ભારતને પાછળ ગણાવ્યું ?

લેખમાં કહેવામાં આવ્યુ છે કે, સ્પેસના ક્ષેત્રમાં સફળતા ફક્ત નંબરના આધારે નથી થતી. એટલા માટે આ લિમિટેડ સફળતા છે અને એ વાત ભારતીય વૈક્ષાનીક પણ જાણે છે. લેખવામાં કહેવામાં આવ્યુ છે કે, અત્યાર સુધી ભારત તરફથી સ્પેશ સ્ટેશન માટે કોઇ પણ પ્રકારનો પ્લાન નથી. ત્યારે હાલના સમયમાં ભારતનો કોઇ એસ્ટ્રોનોટ અંતરિક્ષમાં નથી. તેમના જણાવ્યા અનુસારપ ચીનના બે અસ્ટ્રોનોટ ગયા વર્ષે 30 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા હતા.

મંગલાયન પર ચીને કરી હતી કોમેન્ટ કરી હતી.

આ પહેલા ભારતે મગલયાનનું સફળ મિશન પાર પાડ્યું હતું. ત્યારે ચીની મીડિયાએ તેને સમગ્ર એશિયા માટે ગૌરવની વાત કરી હતી. અને કહ્યું હતું કે, તે ભારત સાથે મળીને સ્પેશના ક્ષેત્રમાં કામ કરવા માંગ છે.

ઉલ્લેખનીય છે કે, ભારતે બુધવારે 104 સેટેલાઇટ એક સાથે સફળ પ્રક્ષેપણ કર્યું હતું. તેમા ત્રણ ભારતીયો સેટેલાઇટ 101 વિદેશી સેટેલાઇટ હતા. ઇસરોની આ સફળતા બાદ દુનિયાભરના મીડિયામાં ભારતના વખાણ કર્યા હતા.