હમાસે રવિવારે ના રોજ બંધકોના ત્રીજા જૂથને મુક્ત કર્યો. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ મુજબ ઈઝરાયેલની સેનાએ જણાવ્યું કે ગાઝા પટ્ટીમાં બંધક બનાવવામાં આવેલા 14 ઈઝરાયેલ અને ત્રણ વિદેશી નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા છે.IDFએ જણાવ્યું હતું કે મુક્ત કરાયેલા બંધકો ઈઝરાયેલના વિસ્તારમાં પ્રવેશ્યા હતા. અહીં પહોંચ્યા બાદ તમામની મેડિકલ તપાસ કરવામાં આવશે. તમામ બંધકો ઈઝરાયેલના સૈનિકો સાથે છે. અમારા સૈનિકો ત્યાં સુધી તેમની સાથે રહેશે જ્યાં સુધી તેમને હોસ્પિટલમાં લઈ જવામાં નહીં આવે, જ્યાં તેઓ તેમના પરિવારને મળશે