Not Set/ તહેવારો પહેલા સામાન્ય જનતાને RBI નો મોટો ઝટડકો, જાણો

  રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલીસ કમિટી (RBI Monetary Policy)એ વ્યાજદરોમાં કોઈ ફેરફાર નથી કર્યો. રિઝર્વ બેંકનાં ગવર્નર (RBI Governor) શક્તિકાંત દાસની અધ્યક્ષતા ધરાવતી 6 સભ્યોની મૉનિટરી પૉલિસી કમિટીએ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય કર્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલીસ કમિટીની બેઠકમાં રેપો રેટમાં કોઇ ફેરફાર કરાયો નથી. ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું […]

Uncategorized
3cf5e2798719abb8a7b1102374a4b7dd 1 તહેવારો પહેલા સામાન્ય જનતાને RBI નો મોટો ઝટડકો, જાણો

 
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલીસ કમિટી (RBI Monetary Policy)એ વ્યાજદરોમાં કોઈ ફેરફાર નથી કર્યો. રિઝર્વ બેંકનાં ગવર્નર (RBI Governor) શક્તિકાંત દાસની અધ્યક્ષતા ધરાવતી 6 સભ્યોની મૉનિટરી પૉલિસી કમિટીએ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય કર્યો છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલીસ કમિટીની બેઠકમાં રેપો રેટમાં કોઇ ફેરફાર કરાયો નથી. ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે રેપો રેટને 4 ટકા અને રિવર્સ રેપો રેટને 3.35 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. મૉનેટરી પૉલિસી કમિટીએ રેપો રેટને 4% પર બનાવી રાખો. રેપો રેટમાં ઘણા બદલાવ થશે, આ વાતની ઉમ્મીદ પહેલાથી જ ઓછી હતી. તેની પહેલા ઑગસ્ટમાં પણ MPC એ પૉલિસી રેટમાં કોઈ બદલાવના કરીને તેના 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર છોડી દીધા હતા. ફેબ્રુઆરી 2019 થી અત્યાર સુધી MPC એ રેપો રેટમાં 2.50 ટકાની મોટી કપાત કરી ચુક્યા છે. RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે સામાન્ય માણસને EMIમાં કોઈ રાહત નહીં મળે. આ સાથે રેપોરેટમાં કોઈ બદલાવ કરાયો નથી. હાલમાં રેપો રેટ 4 ચકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે. RBI ગર્વનરે કહ્યું કે ચાલુ નાણાંકીય વર્ષના અંતમાં ત્રિમાસિક જીડીપી ગ્રોથ પોઝિટિવ રહેશે. આ સાથે તેઓએ એમ પણ કહ્યું કે દરેક સેક્ટરમાં ગ્રોથ જોવા મળી રહ્યો છે.

આ પહેલાં ઓગસ્ટમાં એમપીસીની 24મી બેઠકમાં RBI એ રેપોરેટમાં કોઈ ફેરફાર કર્યા ન હતા. આ 4 ટકા પર કાયમ છે અને સાથે જ રિવર્સ રેપોરેટમાં પણ 3.35 ટકા પર સ્થિર છે. આ બેઠકમાં રેપો રેટ ઘટાડાવમાં આવી શકે છે. ગ્રાહકોને ઈએમઆઈમાં રાહત મળશે. રિઝર્વ બેંકના ગર્વનરની અધ્યક્ષતા વાળી એમપીસીને 31 માર્ચ 2021 સુધી વાર્ષિક મોંઘવારી દરને 4 ટકા પર રાખવાનું કામ અપાયું છે.તે વધુમાં વધુ 6 ટકા અને ઓછામાં ઓછા 2 ટકા સુધી જઈ શકે છે. RBI ગવર્નરે કહ્યુ કે મૉનેટરી પૉલિસી કમિટીના બધા સભ્યોએ એકમતથી રેપો રેટ 4% પર બનાવી રાખાવાનો નિર્ણય કર્યો છે. તેની સાથે જ અર્થવ્યવસ્થા માટે “accomodative” વલણ અકબંધ રાખ્યુ છે. ગવર્નરે કહ્યુ કે જ્યાં સુધી જરૂરત હશે RBI સપોર્ટ કરશે. સરકારે મૉનેટરી પૉલિસી કમિટી (MPC) માં 7 ઑક્ટોબરના ત્રણ નવા સભ્યોની નિયુક્ત કર્યા હતા. તેની પહેલા જૂના સભ્યોની મુદત પુરી થતાં નીતિ સમીક્ષા મુલતવી રાખવી પડી. પહેલી ઓક્ટોબરે પોલિસી રેટની ઘોષણા કરવામાં આવી હતી. આ વખતે સમિતિમાં ત્રણ નવા સભ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….