તાપી જીલ્લામાં મહિલાની સારવાર ન કરતા ગ્રામજનો અને પોલીસ વચ્ચે ધીંગાણું થયું હોવાનું સામે આવ્યું છે, જેમાં PSI સહિત 2 પોલીસકર્મી ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
મળતી માહિતી મુજબ, મોડી રાત્રે દર્દી મહિલાના સ્વજનોએ તબીબના ઘરના દરવાજા વારંવાર ઠોકવા છતાં તબીબે સારવાર ન કરતા મહિલાનું મોત થયું હતું અને ત્યારબાદ ગ્રામજનોએ ઉશ્કેરાઈ ખાનગી તબીબ જયેશ એકનાથ પાટીલનું દવાખાનું સળગાવ્યું હતું.
આ ઘટનાની જાન થતા ઘટનાસ્થળે નિઝર પોલીસે પહોંચી મામલાને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો, પરંતુ આ દરમિયાન પોલીસ સાથે ગ્રામજનોની ચકમક ઝરતા ગ્રામજનોએ પોલીસને મેથીપાક આપ્યો હતો, જેમાં પીએસઆઇ સહિત બે પોલીસકર્મી ઘાયલ થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
