Not Set/ તેંડુલકર-ધોની-વિરાટ બાદ હવે રોહિત શર્માને મળશે રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ

  ઘણા દિગ્ગજ ખેલાડીઓ, વહીવટી અધિકારીઓ અને પત્રકારોની બનેલી પસંદગી સમિતિએ રાજીવ ગાંધી એવોર્ડ માટે ક્રિકેટર રોહિત શર્માની પસંદગી કરી છે. રોહિત ઉપરાંત ટેનિસ ખેલાડી મનિકા પત્રા, મહિલા રેસલર વિનેશ ફોગાટ અને થંગાવેલુને પણ ખેલ રત્નથી નવાજવામાં આવ્યા છે. દેશનાં સર્વોચ્ચ ખેલ રત્ન એવોર્ડનાં ઇતિહાસમાં આ પહેલીવાર છે, જ્યારે ખેલ રત્ન એવોર્ડ માટે સંયુક્ત રૂપે […]

Uncategorized
6106d54d371923f185e81fbf3959456a તેંડુલકર-ધોની-વિરાટ બાદ હવે રોહિત શર્માને મળશે રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ
 

ઘણા દિગ્ગજ ખેલાડીઓ, વહીવટી અધિકારીઓ અને પત્રકારોની બનેલી પસંદગી સમિતિએ રાજીવ ગાંધી એવોર્ડ માટે ક્રિકેટર રોહિત શર્માની પસંદગી કરી છે. રોહિત ઉપરાંત ટેનિસ ખેલાડી મનિકા પત્રા, મહિલા રેસલર વિનેશ ફોગાટ અને થંગાવેલુને પણ ખેલ રત્નથી નવાજવામાં આવ્યા છે.

દેશનાં સર્વોચ્ચ ખેલ રત્ન એવોર્ડનાં ઇતિહાસમાં આ પહેલીવાર છે, જ્યારે ખેલ રત્ન એવોર્ડ માટે સંયુક્ત રૂપે ચાર ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. અત્યારે નવી દિલ્હીનાં જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે પસંદગી સમિતિની બેઠક ચાલી રહી છે અને જેમ જેમ સમય પસાર થશે તેમ, અર્જુન એવોર્ડ વિજેતા ખેલાડીઓનાં નામ પણ ટૂંક સમયમાં તમારી સામે હશે. જણાવી દઇએ કે, ઓવોર્ડનાં ઇતિહાસમાં ખેલ રત્ન એવોર્ડ મેળવનાર રોહિત શર્મા ચોથો ભારતીય ક્રિકેટર હશે. આ અગાઉ સચિન તેંડુલકર (1997-98), એમએસ ધોની (2007), વિરાટ કોહલી (2018) ને આ પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.