Not Set/ વડાપ્રધાન મોદી કરશે રોડ શો

રાજકોટમાં પીએમ મોદીના કાર્યક્રમ અંગે વાત કરીએ તો સાંજે 4 વાગ્યે પીએમ મોદી રાજકોટ એરપોર્ટ પર ઉતરાણ કરશે….જ્યાં તેમનું સ્થાનિક નેતાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે..એરપોર્ટથી 4-20 કલાકે તેઓ રેસકોર્સ મેદાન ખાતે જશે. જ્યાં પહેલા રાજ્યના સમાજ કલ્યાણ મંત્રી આત્મારામ પરમાર દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવશે.જે બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કેન્દ્રિય મંત્રી થાવરચંદ […]

Uncategorized

રાજકોટમાં પીએમ મોદીના કાર્યક્રમ અંગે વાત કરીએ તો સાંજે 4 વાગ્યે પીએમ મોદી રાજકોટ એરપોર્ટ પર ઉતરાણ કરશે….જ્યાં તેમનું સ્થાનિક નેતાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે..એરપોર્ટથી 4-20 કલાકે તેઓ રેસકોર્સ મેદાન ખાતે જશે. જ્યાં પહેલા રાજ્યના સમાજ કલ્યાણ મંત્રી આત્મારામ પરમાર દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવશે.જે બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કેન્દ્રિય મંત્રી થાવરચંદ ગેહલોત પ્રવચન આપશે.4 વાગ્યાને 35 મીનિટ સુધી આ ત્રણેય મંત્રીઓ પ્રવચન આપશે..જે બાદ . જે બાદ દિવ્યાંગોને કીટનું વિતરણ કરવામાં આવશે..કીટ વીતરણ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી સભાને સંબોધન કરશે અને ત્યાર બાદ પીએમ મોદી તેમનું પ્રવચન આપશે. રેસકોર્સ મેદાન ખાતે આ કાર્યક્રમ 5   વાગ્યાને 20 મીનિટ સુધી ચાલશે…રેસકોર્સ મેદાનથી પીએમ મોદી આજી ડેમ જવા રવાના થશે. જ્યાં એક્સપ્રેસ ફીડર લાઈનનું લોકાર્પણ કરશે. તેમજ વધારાયેલી ઉંચાઈ સાથે ન્યારી ડેમનું લોકાર્પણ કરશે..તેમજ નર્મદા નીરનું અવતરણ કરવામાં આવશે..તો પીએમના આગમન પહેલા આજી ડેમ ખાતે 50 મિનિટ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.જે બાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા તથા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી તથા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સંબોધન કરશે.. સૌની પ્રોજેક્ટની કાર્યવાહી કરવામાં આવશે.. અને ત્યાર બાદ 7 વાગ્યાને 10 મીનિટ સુધી વડાપ્રધાન મોદી સંબોધન કરશે અને સંબોધન બાદ ભવ્ય રોડ શો યોજશે.