Not Set/ તેજબાહાદુરની પત્નીનો દાવો, પતિની ઘરપકડ કરવામાં આવી છે, BSF કર્યો ઇન્કાર

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને મેસના ખરાબ ખોરાકની ફરિયાદ કરનાર BSF જવાન તેજ બહાદુર યાદવની પત્નીએ ફરી ઘણા ખુલાસા કર્યા છે. તેજ બહાદુરની પત્નીનું કહેવું છે કે, તે 31  તારીખે તેજબહાદુરના પરત ફરવાની રાહ જોઇ રહી હતી, પરતું તે ના આવ્યા. તેમણે ફોન કરીને જાણ કરી હતી કે,  તેમના પર રિટાર્યમેન્ટનું દબાણ […]

India
tej bahadur yadav તેજબાહાદુરની પત્નીનો દાવો, પતિની ઘરપકડ કરવામાં આવી છે, BSF કર્યો ઇન્કાર

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને મેસના ખરાબ ખોરાકની ફરિયાદ કરનાર BSF જવાન તેજ બહાદુર યાદવની પત્નીએ ફરી ઘણા ખુલાસા કર્યા છે. તેજ બહાદુરની પત્નીનું કહેવું છે કે, તે 31  તારીખે તેજબહાદુરના પરત ફરવાની રાહ જોઇ રહી હતી, પરતું તે ના આવ્યા. તેમણે ફોન કરીને જાણ કરી હતી કે,  તેમના પર રિટાર્યમેન્ટનું દબાણ વધારવામાં આવી રહ્યું છે.

તેજબહાદુરની પત્નીએ કહ્યું હતું કે,  તેમના રિટાર્યમેન્ટ એક કલાકમાં કેન્સલ કરી દેવામાં આવ્યું છે. ત્યાર બાદ તેમની ઘરપકડ કરવામાં આવી છે. જવાનની પત્નીએ જણાવ્યું હતું કે,  માહમુસીબતે ફોન કર્યો  અને જણાવ્યું હતુ કે, તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. BSF ના સૂત્રોનું કહેવું છે કે, તેજબહાદુરને તપાસમાં કસુરવાર ઠેરવવામાં આવ્યો છે. પરંતુ તેમની ધરપકડ કરવામાં નથી આવી તેમના વિરુદ્ધ અનુસાશનાત્મક કાર્યવાહીની ભાલામણ કરવામાં આવી છે. જે પણ મંજૂર કરવામાં નથી આવી.

ઉલ્લેખનીય છે કે, તેજબાહદુર જમ્મુ કાશ્મીરના પુંછ સેક્ટરની સરહદ પર તેનાત હતા. ખરાબ વીડિયો કર્યા બાદ તેમને ત્યાંથી દૂર કરીને હેટક્વાટર પર ટ્રાન્સફર કરવામાં આવી હતી.