Not Set/ AMC નું 6551 કરોડનું બજેટ રજૂ, જાણો શહેરીજનોને શું મળશે

અમદવાદઃ અમદાવાદ મહાનગર પાલિકા(AMC)નું 6101 કરોડનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિ. કમિશ્નર મુકેશ કુમારે રજૂ કર્યું હતું. જેમા સત્તા પક્ષ ભાજપે 450 કરોડનો સુધારો સૂચવ્યો હતો.  ત્યાર બાદ ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પ્રવિણ પટેલે 6551 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. શહેરના બજેટના પ્રોપર્ટી ટેક્સમાં કોઇ પણ પ્રકારનો વધારો કરવામાં નથી આવ્યો. તેમજ બજેટમાં 3310 કરોડ રૂપિયાના વિકાસના […]

Business
1861342 AMC નું 6551 કરોડનું બજેટ રજૂ, જાણો શહેરીજનોને શું મળશે

અમદવાદઃ અમદાવાદ મહાનગર પાલિકા(AMC)નું 6101 કરોડનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિ. કમિશ્નર મુકેશ કુમારે રજૂ કર્યું હતું. જેમા સત્તા પક્ષ ભાજપે 450 કરોડનો સુધારો સૂચવ્યો હતો.  ત્યાર બાદ ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પ્રવિણ પટેલે 6551 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. શહેરના બજેટના પ્રોપર્ટી ટેક્સમાં કોઇ પણ પ્રકારનો વધારો કરવામાં નથી આવ્યો. તેમજ બજેટમાં 3310 કરોડ રૂપિયાના વિકાસના કામો કરવામાં આવશે.

શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાનેપહોંચી વળવા માટે ખાસ ધ્યાન આપાવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે ફ્લાયરઓવર અને અંડરપાસ બનાવવા, ટ્રાફિક સિગ્નલ સંકુલ માટે 13.50 કરોડ ફાળવવામાં આવ્યા છે, ઓટોમેટેડ પાર્કિંગ સિસ્ટમ, ટ્રાફિક સર્કલ વિકાસ સીસીટીવી કેમેરા વગેરેનો વિકાસ કરવામાં આવશે.

અંબિકા મિલ પાસે ઓવરબ્રિજ બનશે

રાજેન્દ્રપાર્ક પાસે ઓવરબ્રિજ બનશે.

દિવ્યાંગ બાળકો માટે 25 લાખ ફાળવાશે.

મુક્તિધામ માટે 3.50 કરોડની ફાળવણી

સબ વાહિની માટે 25 લાખ