Not Set/ તેજસ્વી યાદવનો ભાજપ અને CM નીતીશ કુમાર પર તંજ, મારા પર નહી અસલ મુદ્દાઓ પર આપો ધ્યાન

બિહારનાં પૂર્વ ઉપ મુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવે શુક્રવારે ભાજપ અને બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમાર પર “વ્યક્તિગત હુમલો” કરવા બદલ ટીકા કરી હતી અને કહ્યું હતું કે, “બેરોજગારી, કાયદો-વ્યવસ્થા અને સ્થળાંતર” જેવા અસલ મુદ્દાઓ પર ધ્યાન આપો. તેમણે ટ્વિટ કર્યું હતું કે, ‘મારા પર વ્યક્તિગત હુમલો કરવાથી બિહારને ફાયદો નહી થાય . અમને તમારા […]

India
8728dd43112e1a46eefdc6116f6e6415 1 તેજસ્વી યાદવનો ભાજપ અને CM નીતીશ કુમાર પર તંજ, મારા પર નહી અસલ મુદ્દાઓ પર આપો ધ્યાન

બિહારનાં પૂર્વ ઉપ મુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવે શુક્રવારે ભાજપ અને બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમાર પર “વ્યક્તિગત હુમલો” કરવા બદલ ટીકા કરી હતી અને કહ્યું હતું કે, “બેરોજગારી, કાયદો-વ્યવસ્થા અને સ્થળાંતર” જેવા અસલ મુદ્દાઓ પર ધ્યાન આપો.

તેમણે ટ્વિટ કર્યું હતું કે, ‘મારા પર વ્યક્તિગત હુમલો કરવાથી બિહારને ફાયદો નહી થાય . અમને તમારા બધા તરફથી 30 વર્ષથી આવા અપમાનજનક હુમલાઓની આદત પડી ચુકે છે. તમે કોરોનાવાયરસ કેસો પર અપડેટ આપવાનું શા માટે બંધ કર્યું? શું તમે આરોગ્ય વ્યવસ્થાપન, બેરોજગારી, પૃથક-વાસ કેન્દ્ર અને ગરીબ પ્રવાસીઓનાં મુદ્દાઓ વિશે પણ વાત નથી કરી રહ્યા?’

રાજ્યનાં માહિતી અને જનસંપર્ક વિભાગનાં મંત્રી નીરજ કુમારે એક દિવસ પહેલા આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ પર આરોપ લગાવ્યો હતો કે તેમણે તેમના પુત્ર તેજ પ્રતાપ યાદવનાં નામે જમીન નોંધાવી તે પણ ત્યારે જ્યારે તે નાના હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.