Not Set/ ત્રિશંકુ સંસદની સ્થિતિમાં સ્થાનિક દળોનો હાથ ઉંચો રહેવાની શક્યતા

નવી દિલ્લી, ચૂંટણી પૂર્વેના કેટલાક સર્વેક્ષણો એવો ઇશારો કરી રહ્યા છે કે  લોકસભા ચૂંટણીમાં બીજેપીના નેતૃત્વવાળો એનડીએ  બહુમતથી થોડો પાછળ રહી શકે છે.  એવામાં કેન્દ્રમાં કોની સરકાર બનશે તે નક્કી કરવા ક્ષેત્રીય પક્ષો મોટી ભૂમિકા ભજવશે. આ પરિસ્થિતિમાં વાઇ.એસ.આર જગમોહન રેડ્ડીના નેતૃત્વવાળી વાઇએસઆર કોંગ્રેસ, કે.ચંદ્રશેખર રાવના નેતૃત્વવાળી ટીઆરએસ, ઓડિશઆના મુખ્યમંત્રી નવિન પટનાયકના નેતૃત્વની બીજૂ જનતાદળ […]

Top Stories India
Mamata Banerjee pti ત્રિશંકુ સંસદની સ્થિતિમાં સ્થાનિક દળોનો હાથ ઉંચો રહેવાની શક્યતા

નવી દિલ્લી,

ચૂંટણી પૂર્વેના કેટલાક સર્વેક્ષણો એવો ઇશારો કરી રહ્યા છે કે  લોકસભા ચૂંટણીમાં બીજેપીના નેતૃત્વવાળો એનડીએ  બહુમતથી થોડો પાછળ રહી શકે છે.  એવામાં કેન્દ્રમાં કોની સરકાર બનશે તે નક્કી કરવા ક્ષેત્રીય પક્ષો મોટી ભૂમિકા ભજવશે.

આ પરિસ્થિતિમાં વાઇ.એસ.આર જગમોહન રેડ્ડીના નેતૃત્વવાળી વાઇએસઆર કોંગ્રેસ, કે.ચંદ્રશેખર રાવના નેતૃત્વવાળી ટીઆરએસ, ઓડિશઆના મુખ્યમંત્રી નવિન પટનાયકના નેતૃત્વની બીજૂ જનતાદળ અને બીએસપી-એસપી ગઠબંધન, જેમણે બીજેપીના નેતૃત્વવાળા એનડીએ તથા કોંગ્રેસની આગેવાની વાળી  .યૂપીએ સાથે  અંતર જાળવ્યું છે.  આ દળો પર ચૂંટણી બાદ ખાસ નજર રહેશે.

પશ્ચિમ બંગાળાના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વવાળો તૃણમૂલ કોંગ્રેસ પક્ષ અને ચંદ્રાબાબુ નાયડુના ટીડીપી પણ કેન્દ્રમાં સરકારની રચનામાં મહત્વનો ભાગ ભજવી શકે છે.  મમતા બેનર્જી તથા  ચંદ્રાબાબુ નાયડૂ બીજેપ વિરોધી ગઠબંધન બનાવવાનો પ્રયત્ન કરી શકે છે. અને  આ પ્રયત્નો સાથે તેમણે કોંગ્રેસ સાથે સંપર્ક યથાવત રાખ્યો છે.  જોકે મમતા બેનર્જી તો બીજેપી પર હુમલા કરવાની સાથે સાથે કોંગ્રેસને પણ પોતાના ભાષણોમાં નિશાને લે છે.

બીએસપી તથા  એસપી બીજેપીની આકરી નિંદા કરે છે તો કોંગ્રેસને  ચૂંટણી પર્વે  ગઠબંધનથી બહાર રાખીને દર્શાવે છે કે તેમના માટે  કોંગ્રેસનું કોઈ મહત્વ નથી.  આવા ક્ષેત્રીય પક્ષો 543 લોકસભા બેઠકમાંથી 180 જેવી બેઠક જીતી શકે છે.  અને તેથી જ ત્રિશંકુ સંસંદની શક્યતાઓ ઉભી થાય છે આ સંજોગોમાં બિન કોંગ્રેસી તથા ભાજપમાં નથી તેવા પક્ષો ત્રિશંકુ પરિસ્થિતિ ઇચ્છશે.

વાઇએસઆરના ચીફ જગમોહન રેડ્ડીએ તો કેટલાક સમય પહેલા જણાવ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે ત્રિશંકુની પરિસ્થિતિ જ ઉભી થાય જેથી તેઓ રાજ્ય માટે યોગ્ય સમજૂતી કરીશકે.

સેન્ટર ફોર સ્ટડીઝ ઓફ ડેવલપિંગ સોસાયટી દ્વારા કરવામાં આવેલા ચૂંટણી પૂર્વેના સર્વેક્ષણો પ્રમાણે  વોટ શેરમાં વૃદ્ધિ થવા છતાં મુખ્ય રાજ્યોમાં  એકજૂત વિપક્ષને કારણે  બીજેપી ઘણી બેઠકો હારી  શકે છે. સર્વેક્ષણમાં બીજેપીને 222થી 232 જેટલી બેઠક મળવાનું અનુમાન છે.  આ બેઠકો  વર્ષ 2014માં બીજેપીએ જીતેલી 283 બેઠકો કરતાં ઘણી ઓછી છે. ચૂંટણી પૂર્વેના અનુમાનો મુજબ કોંગ્રેસ 74-84 બેઠક જીતી શકે છે  જે કોંગ્રેસ માટે સારું રહેશે કારણ કે કોંગ્રેસ વર્ષ 2014માં માત્ર 44 બેઠક જીતી હતી.