Not Set/ દારુ હપ્તામાં મહિને 2 લાખના ખિસ્સાં ભરતાં ડીસીપીઓ રમી રહ્યા છે સંતાકુકડી.

દારુના વેપારમાં જોડાયેલા બૂટલેગર વિક્રમ ચાવડાની સ્ટેટ મોનિંટરિંગ સેલે ધરપકડ કરી હતી.જેની ડાયરીમાં 3 ડીસીપીઓને બે લાખ થી વધુનો મહિને હપ્તો આપતો હોવાની નોંધ મળી છે.જેને લઈને પોલીસ કમિશનર ચોંકી ઉઠ્યા છે.આ અંગેની તપાસ સંયુક્ત પોલીસ કમિશનર મયંકસિંહ ચાવડાને સોંપાઈ છે.આ ડાયરીમાં કુલ 10 જેટલાં પોલિસકર્મીઓને હપ્તો આપતો હોવાની જાણકારી મળી છે.વિક્રમના બે સાગીરતોને કોર્ટે […]

Uncategorized
દારુ હપ્તામાં મહિને 2 લાખના ખિસ્સાં ભરતાં ડીસીપીઓ રમી રહ્યા છે સંતાકુકડી.

દારુના વેપારમાં જોડાયેલા બૂટલેગર વિક્રમ ચાવડાની સ્ટેટ મોનિંટરિંગ સેલે ધરપકડ કરી હતી.જેની ડાયરીમાં 3 ડીસીપીઓને બે લાખ થી વધુનો મહિને હપ્તો આપતો હોવાની નોંધ મળી છે.જેને લઈને પોલીસ કમિશનર ચોંકી ઉઠ્યા છે.આ અંગેની તપાસ સંયુક્ત પોલીસ કમિશનર મયંકસિંહ ચાવડાને સોંપાઈ છે.આ ડાયરીમાં કુલ 10 જેટલાં પોલિસકર્મીઓને હપ્તો આપતો હોવાની જાણકારી મળી છે.વિક્રમના બે સાગીરતોને કોર્ટે 7 દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે.

બૂટલેગર વિક્રમના વાઘોડિયા રોડના દારુના ગોડાઉન પર દરોડા દરમિયાન 10થી વધુ મજુરોનો જમાવડો થઈ ગયો હતો.આ દરોડામાં 2 મકાનમાંથી રૂ.2.19લાખનો દારુ ઝડપ્યો હતો.આ ઉપરાંત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના કાળી કરતૂતો અંગેનો લાલ ચોપડો હાથે લાગ્યો છે.પોલીસ ટીમ થોડીક મિનીટો પહેલા પહોંચી હોત તો દારુ ભરેલો ટ્રક પણ રંગે હાથે ઝડપી શકી હોત.

સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે વિક્રમના હાથે લાગેલ લાલ ચોંપડામાં ત્રણ ડીસીપી અને ઘણાં ટૂંકા નામ સામે આવ્યા છે.આ નામોએ પોલિસની શ્વેત કામગીરીમાં કાળો દાગ નોંધાવી દીધો છે.પોલીસ કમિશનરના સખત કડક વલણ સામે વિક્રમને કયા પોલિસ અધિકારીએ ગોડાઉન અંગેની પરવાનગી આપી હતી તેની ચર્ચા પોલીસ બેડાંમાં ચાલી હતી.પોલિસ કમિશનરે સંતકૂકડી રમતાં તમામ ભ્રષ્ટાચારી પોલિસ અધિકારીઓ અંગે તપાસ હાથ ધરવાનો આદેશ આપ્યો છે.