Not Set/ દિલ્હી સરકારે કરી મોટી કમાણી, માત્ર 1 મહિનામાં જ રાજધાનીમાં 300 કરોડથી વધુ દારૂનું વેચાણ

લોકડાઉનમાં લોકો ઘરમાં રહીને ખૂબ કંટાળી ગયા હતા, આ સમય દારૂનાં ચાહકો માટે એક શ્રાંપ બરાબર હતો. જેને ધ્યાનમાં લઇને 4 મે નાં રોજ, દિલ્હી સરકારે રાજધાની દિલ્હીમાં દારૂની દુકાનો ખોલવાનો આદેશ આપ્યો. દિલ્હી સરકારનાં આદેશને પગલે સામાજિક અંતરની માર્ગદર્શિકાને અનુસરીને દિલ્હીમાં દારૂની દુકાનો ખોલવામાં આવી હતી. દિલ્હી સરકારનો આ નિર્ણય તેમના માટે ફાયદાકારક સાબિત […]

Business
a820852a16d440fcdd6b57bf1404daaf દિલ્હી સરકારે કરી મોટી કમાણી, માત્ર 1 મહિનામાં જ રાજધાનીમાં 300 કરોડથી વધુ દારૂનું વેચાણ

લોકડાઉનમાં લોકો ઘરમાં રહીને ખૂબ કંટાળી ગયા હતા, આ સમય દારૂનાં ચાહકો માટે એક શ્રાંપ બરાબર હતો. જેને ધ્યાનમાં લઇને 4 મે નાં રોજ, દિલ્હી સરકારે રાજધાની દિલ્હીમાં દારૂની દુકાનો ખોલવાનો આદેશ આપ્યો. દિલ્હી સરકારનાં આદેશને પગલે સામાજિક અંતરની માર્ગદર્શિકાને અનુસરીને દિલ્હીમાં દારૂની દુકાનો ખોલવામાં આવી હતી. દિલ્હી સરકારનો આ નિર્ણય તેમના માટે ફાયદાકારક સાબિત થયો હતો. 1 મહિનામાં દિલ્હીમાં 300 કરોડથી વધુનો દારૂ વેચાયો હતો.

લોકડાઉનમાં દારૂની શકલ પણ જોવા ન મળી તેવા લોકોએ દારૂની દુકાન ખુલ્યા બાદ મોટી સંખ્યામાં તેની ખરીદી શરૂ કરી દીધી હતી. જેનુ પરિણામ સામે છે. 4 મે થી 6 જૂન સુધીનાં ડેટા અનુસાર, દિલ્હીમાં 300 કરોડથી વધુ દારૂ વેચાયો છે. મે નાં ડેટા અનુસાર, દિલ્હીમાં સૌથી વધુ માંગ વાઇન અને બિયરની રહી હતી. જો કે સામે દેશી દારૂનાં વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.

આબકારી વિભાગનાં ડેટા અનુસાર, મે થી 5 જૂન દરમિયાન 300 કરોડથી વધુનો દારૂ વેચાયો હતો. મે મહિનામાં, સરકારને બિયર અને દેશી દારૂ માટેની એક્સાઈઝ ડ્યુટીમાંથી માત્ર 25.57 કરોડ રૂપિયા મળ્યા. જ્યારે માત્ર કોરોના ફી તરીકે, દિલ્હી સરકારે 4 મે થી 9 જૂન સુધીમાં 220 કરોડ રૂપિયા કોરોના ટેક્સ તરીકે મેળવ્યા છે. વળી મે 2020 માં બીયરનાં વેચાણથી સરકારે 16.54 કરોડનો એક્સાઈઝ ડ્યુટી ટેક્સ મેળવ્યો. જ્યારે દેશી દારૂ પર 9 કરોડ રૂપિયા મળ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.