Not Set/ દિલ્હી હિંસા કેસમાં 410 લોકો સામે ચાર્જ ફ્રેમ, કોર્ટમાં 1030 પાનાની ચાર્જશીટ દાખલ

દિલ્હી હિંસા કેસ ક્રાઈમ બ્રાંચ પોલીસની ટીમે 410 આરોપીઓ વિરુદ્ધ દિલ્હી કોર્ટની કરકરડૂમા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે. ફેબ્રુઆરી 2020 માં પૂર્વ દિલ્હી જિલ્લામાં થયેલી હિંસામાં 50 થી વધુ લોકો માર્યા ગયા હતા. આ હિંસા દરમિયાન લગભગ 200 લોકો ઘાયલ થયા હતા. અગાઉ ક્રાઇમ બ્રાંચે આઈબી કર્મચારી અંકિત શર્મા મર્ડર કેસમાં કોર્ટમાં બે ચાર્જશીટ દાખલ કરી હતી. પોલીસની […]

Uncategorized
f91247a1108472939c80e13f21f4961d દિલ્હી હિંસા કેસમાં 410 લોકો સામે ચાર્જ ફ્રેમ, કોર્ટમાં 1030 પાનાની ચાર્જશીટ દાખલ

દિલ્હી હિંસા કેસ ક્રાઈમ બ્રાંચ પોલીસની ટીમે 410 આરોપીઓ વિરુદ્ધ દિલ્હી કોર્ટની કરકરડૂમા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે. ફેબ્રુઆરી 2020 માં પૂર્વ દિલ્હી જિલ્લામાં થયેલી હિંસામાં 50 થી વધુ લોકો માર્યા ગયા હતા. આ હિંસા દરમિયાન લગભગ 200 લોકો ઘાયલ થયા હતા. અગાઉ ક્રાઇમ બ્રાંચે આઈબી કર્મચારી અંકિત શર્મા મર્ડર કેસમાં કોર્ટમાં બે ચાર્જશીટ દાખલ કરી હતી. પોલીસની ક્રાઈમ બ્રાંચે બુધવારે કરકરડૂમા કોર્ટમાં 1030 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. આમાં આમ આદમી પાર્ટીના કાઉન્સિલર તાહિર હુસેન સહિત 10 લોકો પર આરોપ મૂકવામાં આવ્યા છે.

ચાર્જશીટમાં તાહિર હુસૈન, હિલ સલમાન, સમીર અને દયાલપુર વિસ્તારના બે પ્રખ્યાત બદમાશો, નાઝિમ અને કાસિમ સહિત 10 લોકો નામ આપવામાં આવ્યા છે. આ ચાર્જશીટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આમઆદમી પાર્ટી (આપ) ના કાઉન્સિલર તાહિર હુસેને સીએએ વિરોધી દેખાવો અને ત્યારબાદના ઉત્તરપૂર્વી દિલ્હીમાં થયેલા કોમી હિંસા માટે 10 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે. હતા. હિંસા દરમિયાન તાહિર હુસેનનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં તે ટેરેસ પર હિંસા દરમિયાન જોવા મળ્યો હતો

3 દિવસમાં અત્યાર સુધીમાં દિલ્હી પોલીસે આ હિંસાથી સંબંધિત કરકરડૂમા કોર્ટમાં 6 ચાર્જશીટ દાખલ કરી છે. નોંધનીય છે કે દિલ્હી પોલીસ કમિશનરને દિલ્હી હિંસાની તપાસ માટે ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી. આ તોફાનોની તપાસ માટે બે ડીસીપી અને 10 થી વધુ એસીપીની એ અને બી ટીમો બનાવવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….