Not Set/ દુનિયાની પહેલી કોરોના રસીને લઇને રશિયાનાં દાવાને ભારતે નકાર્યો

  કોરોના વાયરસ રસી અંગે, રશિયાએ દાવો કર્યો છે કે તેણે કોરોનાની રસી બનાવી છે. રશિયાએ દાવો કર્યો છે કે વિશ્વનાં દેશોએ કોરોનાની પ્રથમ રસી માટેની ઇચ્છા વ્યક્ત કરી છે. રશિયાએ કહ્યું કે, કોરોનાની પહેલી રસી સ્પેટનિક વી ની ફેઝ-3 ટ્રાયલ ભારત સહિત વિવિધ દેશોમાં કરવામાં આવશે. પરંતુ ભારતનાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રશિયાનાં દાવાને નકારી […]

World
0d679b90a1a78795643739a94dc5e0c5 દુનિયાની પહેલી કોરોના રસીને લઇને રશિયાનાં દાવાને ભારતે નકાર્યો
 

કોરોના વાયરસ રસી અંગે, રશિયાએ દાવો કર્યો છે કે તેણે કોરોનાની રસી બનાવી છે. રશિયાએ દાવો કર્યો છે કે વિશ્વનાં દેશોએ કોરોનાની પ્રથમ રસી માટેની ઇચ્છા વ્યક્ત કરી છે. રશિયાએ કહ્યું કે, કોરોનાની પહેલી રસી સ્પેટનિક વી ની ફેઝ-3 ટ્રાયલ ભારત સહિત વિવિધ દેશોમાં કરવામાં આવશે. પરંતુ ભારતનાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રશિયાનાં દાવાને નકારી કાઠ્યો છે. ભારત તરફથી કહેવામાં આવ્યું છે કે રશિયા સાથે આવો કોઈ કરાર થયો નથી.

આપને જણાવી દઈએ કે, 11 ઓગસ્ટને મંગળવારે ગેમલિયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને રશિયન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે તેણે કોરોના રસી બનાવી છે અને તે આરોગ્ય મંત્રાલયમાં રજિસ્ટર પણ કરાવી છે. પરંતુ વિશ્વનાં નિષ્ણાંતોએ તેની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે. રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સ્પટનિક-વી ની કોરોના રસીની જાહેરાત કરી, એવો દાવો કર્યો કે તે વિશ્વની પ્રથમ કોરોના રસી છે જેમાં કોરોના ચેપ, SARS-CoV-2  નામનો વાયરસને રોકી શકાય છે.

રશિયાની વેબસાઇટ રશિયા ટુડે એ અહેવાલ આપ્યો છે કે, મંગળવારે સવારે પુતિને વિશ્વને માહિતી આપી કે પ્રથમ કોરોના વાયરસની રસી તૈયાર છે. તેમણે કહ્યું કે, આ રસી જીવલેણ વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિ પેદા કરવામાં સક્ષમ છે જે વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને ઘણા લોકોની હત્યા કરી રહ્યો છે. પુતિને તેમની સરકારનાં સભ્યોને કહ્યું, “જ્યાં સુધી હું જાણું છું, આજે સવારે કોરોના વાયરસનાં ચેપ વિરુદ્ધ રસી નોંધાઈ છે, તે વિશ્વની પ્રથમ રસી છે.” તેમણે વધુમાં કહ્યું કે, ‘હું આ રસી તૈયાર કરવામાં સામેલ દરેક વ્યક્તિનો આભાર માનું છું. સમગ્ર વિશ્વ માટે આ મહત્વપૂર્ણ ક્ષણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.