Not Set/ વિયેતનામનાં ઉપવિદેશમંત્રીએ સુષ્મા સ્વરાજ સાથે મુલાકાત, સબંધોને મજબુત બનાવવા પર થઇ ચર્ચા

વિયેતનામના ઉપવિદેશમંત્રી દાંગ દીન્હ ક્કીએ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સાથે મુલાકાત કરી હતી. બંને દેશો વચ્ચે સાકલ્યવાદી વ્યૂહાત્મક જોડાણ તથા સંબંધોને મજબૂત બનાવવા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયે એક કથનમાં જણાવ્યું હતું કે બે દાયકાથી પહેલા બંને પક્ષો વચ્ચે 10 માં વિદેશ કાર્યાલય પરામર્શ (એફઓસી) અને સાતમી રણનીતિક વિષય પર વાત કરવામાં આવી હતી. […]

Top Stories World
DaZjs વિયેતનામનાં ઉપવિદેશમંત્રીએ સુષ્મા સ્વરાજ સાથે મુલાકાત, સબંધોને મજબુત બનાવવા પર થઇ ચર્ચા

વિયેતનામના ઉપવિદેશમંત્રી દાંગ દીન્હ ક્કીએ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સાથે મુલાકાત કરી હતી. બંને દેશો વચ્ચે સાકલ્યવાદી વ્યૂહાત્મક જોડાણ તથા સંબંધોને મજબૂત બનાવવા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.

વિદેશ મંત્રાલયે એક કથનમાં જણાવ્યું હતું કે બે દાયકાથી પહેલા બંને પક્ષો વચ્ચે 10 માં વિદેશ કાર્યાલય પરામર્શ (એફઓસી) અને સાતમી રણનીતિક વિષય પર વાત કરવામાં આવી હતી. આ કાર્યની અગુવાઈ ભારત તરફથી વિદેશ મંત્રાલયના પૂર્વ સચિવ પ્રીતિ સરણ અને વિયેતનામના દાંગએ કરી હતી. બંને પક્ષોએ સમુદ્રી સુરક્ષામાં સહયોગ કરવા પર ચર્ચા કરી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વિટ કરી હતી કે,

“વિયેતનામના ઉપ વિદેશમંત્રી દાંગ દીન્હ ક્કીએ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સાથે આજ મુલાકાત કરી હતી. બંને નેતાએ ભારત અને વિયેતનામ વચ્ચે સાકલ્યવાદી વ્યૂહાત્મક જોડાણ તથા સંબંધોને મજબૂત બનાવવા અંગે ચર્ચાઓ કરી હતી.”

 

 

આ વર્ષેના પ્રારંભમાં વિયેતનામ પક્ષ તરફથી ભારતની બે ઉચ્ચ સ્તરીય યાત્રા થઇ છે. વિયેતનામના પ્રધાનમંત્રી ગુએન જુઆન ફુક આ વર્ષે ભારતના ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથી હતા જયારે વિયેતનામના રાષ્ટ્રપતિ ત્રાન દાઈ ક્કાન પણ ગત મહીને ભારત યાત્રા પર આવ્યા હતા.