Not Set/ દેશમાં કોરોનાનાં કેસ 61 લાખને પાર, 27 દિવસ બાદ મોતનો આંક 1 હજારની અંદર

  દેશમાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. મંગળવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 61 લાખનો આંકડો વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 70,589 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 61,45,292 પર પહોંચી ગઈ છે. રાહતની વાત એ છે કે, આ વાયરસને હરાવી […]

Uncategorized
0313c7aa3b3d3f1b03704b8857322c15 1 દેશમાં કોરોનાનાં કેસ 61 લાખને પાર, 27 દિવસ બાદ મોતનો આંક 1 હજારની અંદર
 

દેશમાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. મંગળવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 61 લાખનો આંકડો વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 70,589 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 61,45,292 પર પહોંચી ગઈ છે.

રાહતની વાત એ છે કે, આ વાયરસને હરાવી ચુકેલા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, અત્યાર સુધીમાં 51 લાખ લોકો ઠીક થઇ ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં, નવા સંક્રમણથી વધારે સંખ્યા ઠીક થતા લોકોની છે. આ વાયરસને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વિશે વાત કરીએ, તો છેલ્લા 24 કલાકમાં 776 લોકો મૃત્યુ પામ્યા છે, 27 દિવસ પછી મૃત્યુની સંખ્યા 1 હજારથી નીચે આવી છે. સપ્ટેમ્બરનાં 29 દિવસોમાં 27 દિવસોમાં દૈનિક મૃત્યુ 1000 થી વધુ રહ્યા છે. સપ્ટેમ્બર મહિનાથી અત્યાર સુધીમાં 31,849 લોકોનાં મોત નીપજ્યાં છે.

દેશમાં આ ખતરનાક વાયરસને કારણે અત્યાર સુધીમાં 70,589 લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા ઘણા દિવસો પછી, દૈનિક કેસોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલે 82,170 નવા કેસ નોંધાયા હતા જ્યારે 1,039 લોકોનાં મોત નીપજ્યાં હતાં. હાલમાં દેશમાં 9,47,576 કેસ સક્રિય છે. આઈસીએમઆર ડેટા મુજબ છેલ્લા 24 કલાકમાં 11,42,811 નવા ટેસ્ટચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 7,31,10,041 લોકોનાં સેમ્પલો લેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.