Not Set/ નવસારીમાં કોરોનાનો મહાવિસ્ફોટ, 26 પોઝિટિવ કેસ સામે આવ્યા, કલેક્ટના PA પણ કોરોનાની ઝપેટમાં

નવસારી જીલ્લામાં કોરોનાનો મહાવિસ્ફોટ થયો હોવાનું સામે આવી રહ્યું છે. કોરોના માહાવિસ્ફોટનાં કારણે નવસારી જીલ્લા તંત્ર ખચમચી ગયું છે. જી હા, નવસારીમાં કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેવી રીતે એક સાથે બપોરનાં સમય સુધીમાં 26 કેસ નોંધવામાં આવ્યા છે. નવસારીનું વિજલપોર કોરોના હોટ સ્પોટ બની રહ્યુ હોય તેવુ પ્રતિત થઇ રહ્યું છે. જીલ્લામાં અત્યાર સુધીમાં વિજલપોરમાં સૌથી વધુ કોરોના કેસ […]

Gujarat Others
dc74862d27fa52b43345efefdaaed8b8 નવસારીમાં કોરોનાનો મહાવિસ્ફોટ, 26 પોઝિટિવ કેસ સામે આવ્યા, કલેક્ટના PA પણ કોરોનાની ઝપેટમાં

નવસારી જીલ્લામાં કોરોનાનો મહાવિસ્ફોટ થયો હોવાનું સામે આવી રહ્યું છે. કોરોના માહાવિસ્ફોટનાં કારણે નવસારી જીલ્લા તંત્ર ખચમચી ગયું છે. જી હા, નવસારીમાં કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેવી રીતે એક સાથે બપોરનાં સમય સુધીમાં 26 કેસ નોંધવામાં આવ્યા છે. નવસારીનું વિજલપોર કોરોના હોટ સ્પોટ બની રહ્યુ હોય તેવુ પ્રતિત થઇ રહ્યું છે. જીલ્લામાં અત્યાર સુધીમાં વિજલપોરમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા હોવાનુ સામે આવે છે.

આજે સામે આવેલા કેસમાં નવસારી જીલ્લા કલેક્ટરના પીએ અને તેનાં પત્ની પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હોવાની વિગતો સામે આવી રહી છે. કલેક્ટરનાં પીએ દિવાકર બધેકાનો અને તેમના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર ચિંતામાં આવી ગયું છે અને કલેક્ટર સહિત સ્ટાફે સેલ્ફ કોરોન્ટાઇન થવું પડે એવી સ્થિતિ જોવામાં આવી રહી છે. 

આપને જણાવી દઇએ કે, આજે સામે આવેલા 26 નવા કોરોના પોઝિટિવ કેસ સાથે અત્યાર સુધીમાં કોરોના પ્રઝિટિવ કેસની સંખ્યા જીલ્લામાં 131 થઇ ગઇ છે. જ્યારે 45 લોકો કોરોના સામેની જંગ જીતી રિકવર થયા છે, જીલ્લામાં અત્યાર સુધીમાં 5 લોકોના કોરોનાનાં કારણે મોત નીપજ્યા છે અને હાલ 81 એક્ટિવ કેસ નોંધવામાં આવે છે.  

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews