Not Set/ ‘નાની માછલીઓ પકડાઇ ગઈ, હવે મોટી શાર્કનો છે વારો’, રિયાનાં ભાઈ શોવિકની ધરપકડ પર બોલ્યા શેખર સુમન

સુશાંતસિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલ આવ્યા બાદ તપાસ કરી રહેલા એનસીબીએ શુક્રવારે રિયા ચક્રવર્તીના ભાઈ શોવિકની ધરપકડ કરી હતી. આ સિવાય સુશાંતના ઘરના મેનેજર સેમુઅલ મીરાંડાની પણ ધરપકડ કરવામાં આવી છે. એનસીબીએ દાવો કર્યો છે કે ડ્રગ્સ પેડલર્સ, શોવિક અને સેમુઅલ વચ્ચે કડી મળી છે. હવે આ ધરપકડ પર શેખર સુમનની પ્રતિક્રિયા આવી છે. શેખર […]

Uncategorized
2900077aa3690efa4b49ab78b75bdb74 'નાની માછલીઓ પકડાઇ ગઈ, હવે મોટી શાર્કનો છે વારો', રિયાનાં ભાઈ શોવિકની ધરપકડ પર બોલ્યા શેખર સુમન

સુશાંતસિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલ આવ્યા બાદ તપાસ કરી રહેલા એનસીબીએ શુક્રવારે રિયા ચક્રવર્તીના ભાઈ શોવિકની ધરપકડ કરી હતી. આ સિવાય સુશાંતના ઘરના મેનેજર સેમુઅલ મીરાંડાની પણ ધરપકડ કરવામાં આવી છે. એનસીબીએ દાવો કર્યો છે કે ડ્રગ્સ પેડલર્સ, શોવિક અને સેમુઅલ વચ્ચે કડી મળી છે. હવે આ ધરપકડ પર શેખર સુમનની પ્રતિક્રિયા આવી છે.

શેખર સુમનેએ ટ્વિટ કરી લખ્યું, ‘સફળતા તરફ પહેલું પગલું. આપ સૌને અભિનંદન. નાની માછલી પકડાઇ છે. હવે મોટી શાર્કનો વારો આવ્યો છે. આશા છે કે તેઓ પણ વહેલા પકડાય. ઉદ્યોગ સાફ થઈ રહ્યો છે. જૂથનો પર્દાફાશ થયો છે. કિંગપીન્સની ધરપકડ કરવામાં આવી છે.

અગાઉ સુશાંતની બહેને રિયાના ભાઈ શોવિકની ધરપકડ થવાની પ્રતિક્રિયા આપી હતી. ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા તેમણે લખ્યું કે, “ધન્યવાદ ભગવાન જી, અમને બધાને સત્ય તરફ માર્ગદર્શન કરતા રહો.” લોકો શ્વેતાની પોસ્ટ પર ટિપ્પણી કરી રહ્યા છે અને તેમનો પ્રતિસાદ આપી રહ્યા છે.

આ પણ વાંચો : રિયા ચક્રવર્તીનાં ભાઈ શોવિકની ધરપકડ પર સુશાંતની બહેને આપી પ્રતિક્રિયા, કહ્યું – ભગવાન તમારો આભાર 

જણાવીએ કે, અગાઉ બાસિતે પરિહારની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછના આધારે શુક્રવારે શોવિક અને મીરાંડાના ઘરે દરોડો પાડ્યા હતા. આ પછી, બંનેની ધરપકડ કરવામાં આવી હતી. આજે બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.