Not Set/ નામ લીધા વિના PM મોદીએ પાકિસ્તાન પર સાંધ્યુ નિશાન, કહ્યુ- ઘણા આ સમયે પણ આતંકનો વાયરસ ફેલાવી રહ્યા  છે

સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુટ નિરપેક્ષ સંમેલનમાં હાજરી આપી હતી. આ કોન્ફરન્સનું આયોજન કોરોના વાયરસનાં વૈશ્વિક રોગચાળાને પગલે અઝરબૈજાનનાં રાષ્ટ્રપતિ ઇલ્હામ અલિયેવની વિશેષ પહેલ પર કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સનો હેતુ કોવિડ-19 વૈશ્વિક રોગચાળા સામે ચાલી રહેલા યુદ્ધમાં સભ્ય દેશો વચ્ચે પરસ્પર સમન્વય વધારવાનો હતો. આ પરિષદમાં વડા પ્રધાન મોદીએ […]

India
469bcb002bc6a9817104efaddeec9f78 1 નામ લીધા વિના PM મોદીએ પાકિસ્તાન પર સાંધ્યુ નિશાન, કહ્યુ- ઘણા આ સમયે પણ આતંકનો વાયરસ ફેલાવી રહ્યા  છે

સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુટ નિરપેક્ષ સંમેલનમાં હાજરી આપી હતી. આ કોન્ફરન્સનું આયોજન કોરોના વાયરસનાં વૈશ્વિક રોગચાળાને પગલે અઝરબૈજાનનાં રાષ્ટ્રપતિ ઇલ્હામ અલિયેવની વિશેષ પહેલ પર કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સનો હેતુ કોવિડ-19 વૈશ્વિક રોગચાળા સામે ચાલી રહેલા યુદ્ધમાં સભ્ય દેશો વચ્ચે પરસ્પર સમન્વય વધારવાનો હતો. આ પરિષદમાં વડા પ્રધાન મોદીએ કહ્યું કે, “અમે 59 ગુટ નિરપેક્ષ રાષ્ટ્રો સહિત વિશ્વનાં 123 દેશોમાં મેડિકલ સપ્લાઈ સુનિશ્ચિત કરાવી છે.”

આ દરમિયાન વડા પ્રધાન મોદીએ નામ લીધા વિના પરોક્ષ રીતે પાકિસ્તાન પર હુમલો કર્યો હતો, તેમણે કહ્યું કે વિશ્વ આજે કોવિડ-19 નો સામનો કરી રહ્યું છે ત્યારે કેટલાક લોકો આતંક જેવા અન્ય પ્રકારનાં જીવલેણ વાયરસ ફેલાવવામાં વ્યસ્ત છે. આ લોકો ફેક ન્યૂઝ ફેલાવી રહ્યા છે અને સમુદાયો અને દેશોને વહેંચતા વીડિયોને પ્રસારિત કરે છે, પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, રોગચાળાનો સામનો કરવા દરમિયાન ભારતે તે બતાવ્યું છે કે, લોકતંત્ર, અનુશાસન અને નિર્ણાયક ક્ષમતા કઇ રીતે એક સાથે મળીને સાચા જનાંદોલનનું રૂપ લઇ લે છે.

નોંધપાત્ર વાત એ છે કે પીએમ મોદી માટે આ પરિષદ પણ વિશેષ હતી કારણ કે તેઓએ તેમાં પ્રથમ વખત હાજરી આપી હતી. આ સંમેલનને ગુટ નિરપેક્ષ દેશોની સાથે વડા પ્રધાન મોદીની કોરોનાથી લડવાને લઇને ચર્ચા થઇ છે. પાકિસ્તાન પણ ગુટ નિરપેક્ષ ચળવળનો સભ્ય છે, આ રીતે તે પણ સંમેલનમાં જોડાયો હતો. પીએમ મોદી અગાઉ વિવિધ વૈશ્વિક સંગઠનો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોરોના સંકટની ચર્ચા કરી ચૂક્યા છે. આ સમયે, કોરોનાનો ચેપ વિશ્વનાં લગભગ બધા દેશોમાં પહોંચી ગયો છે, આ જ કારણ છે કે આ પરિષદની જરૂરિયાત ખૂબ અનુભવાઈ રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.