Not Set/ નેપાળ ચાલ્યુ ચીનનાં રસ્તે, બંધ કર્યા ભારતીય ચેનલોનાં સિગ્નલ

ભારત અને નેપાળ વચ્ચેનાં સંબંધોમાં ખટાસ સતત વધી રહી નથી. નેપાળમાં કેબલ ટીવી ઓપરેટરો કહે છે કે ભારતીય ચેનલોનાં સિગ્નલો ત્યાં બંધ કરાયા છે. જો કે આ મામલે નેપાળ સરકાર તરફથી આ પ્રકારનો કોઈ સત્તાવાર આદેશ આવ્યો નથી. નેપાળી ચેનલનાં સંચાલક મેગા મેક્સ ટીવીનાં ધ્રુવ શર્માએ કહ્યું કે, અમે સાંજથી ભારતીય ચેનલોનાં સિગ્નલ બંધ કરી […]

World
4a542df16042c2e60ed38f1939efc7c9 નેપાળ ચાલ્યુ ચીનનાં રસ્તે, બંધ કર્યા ભારતીય ચેનલોનાં સિગ્નલ

ભારત અને નેપાળ વચ્ચેનાં સંબંધોમાં ખટાસ સતત વધી રહી નથી. નેપાળમાં કેબલ ટીવી ઓપરેટરો કહે છે કે ભારતીય ચેનલોનાં સિગ્નલો ત્યાં બંધ કરાયા છે. જો કે આ મામલે નેપાળ સરકાર તરફથી આ પ્રકારનો કોઈ સત્તાવાર આદેશ આવ્યો નથી. નેપાળી ચેનલનાં સંચાલક મેગા મેક્સ ટીવીનાં ધ્રુવ શર્માએ કહ્યું કે, અમે સાંજથી ભારતીય ચેનલોનાં સિગ્નલ બંધ કરી દીધા છે. નેપાળમાં પ્રતિબંધિત ચેનલોમાં ડીડી ન્યૂઝનો સમાવેશ નથી.

નેપાળનાં વડા પ્રધાન કેપી શર્મા ઓલી ફરી એકવાર ભારતીય ન્યૂઝ ચેનલો પર પ્રતિબંધ મૂકીને ચીનનાં નકશા પર ચાલતા નજરે પડે છે. જણાવી દઇએ કે, લદ્દાખમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, ચીને ભારતીય ન્યૂઝ ચેનલોનાં પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો હતો. ચીનને ડર હતો કે ત્યાંના લોકોને ભારતીય સમાચાર ચેનલો દ્વારા સરહદની પરિસ્થિતિ વિશે સચોટ માહિતી મળી શકે છે.

વડા પ્રધાન ઓલી રાષ્ટ્રવાદનાં ટેકાથી નેપાળની સત્તામાં બની રહેવા માંગે છે. એટલા માટે તેઓ નકશા વિવાદ દ્વારા અથવા તો ક્યારેક નાગરિકત્વનાં કાયદા દ્વારા ભારત સામે કડક પગલા લઈ રહ્યા છે. ઓલીએ તાજેતરમાં ભારત પર તેમની સરકાર પાડવાના કાવતરા કરવાનો આરોપ લગાવ્યો હતો. વળી નેપાળમાં જ ચીની રાજદૂતની તેની નિકટતાને લઇને વિરોધ શરૂ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.