Not Set/ નોટબંધીઃ દાહોદના એસ.ટી બસ સ્ટેશનમાં POS મશીન મુકાતા લોકોને હાલાકીમાં રાહત

દાહોદઃ 500 અને 1000 ની નોટને રદ્દ કર્યા બાદ કેંદ્ર સરકાર સતત ઓનલાઇન ટ્રાંઝેક્શનને પ્રોત્સાહન આપી રહી છે. વિવિધ સરકારી કચેરીઓમાં POS મશીન મૂકીને તેના દ્વારા પેમેન્ટ લેવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્યમાં પછાત ગણાતા આદિવાસી જિલ્લામાં એસ.ટી બસ સ્ટેશને POS મશીન મુકાતા લોકોમાં ખુશી જોવા મળી હતી. કેમ કે આના લીધે લોકોને છુટાની રામાયણમાંથી […]

Gujarat

દાહોદઃ 500 અને 1000 ની નોટને રદ્દ કર્યા બાદ કેંદ્ર સરકાર સતત ઓનલાઇન ટ્રાંઝેક્શનને પ્રોત્સાહન આપી રહી છે. વિવિધ સરકારી કચેરીઓમાં POS મશીન મૂકીને તેના દ્વારા પેમેન્ટ લેવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્યમાં પછાત ગણાતા આદિવાસી જિલ્લામાં એસ.ટી બસ સ્ટેશને POS મશીન મુકાતા લોકોમાં ખુશી જોવા મળી હતી. કેમ કે આના લીધે લોકોને છુટાની રામાયણમાંથી છુટકારો મળ્યો છે. અને લોકો સરળતાથી ટિકિટ મેળવી રહ્યા છે. આ મશીન દ્વારા ટિકિટ ખરીદનાર ગ્રાહકને 5 ટકા જેટલું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે.