Not Set/ પતિ-પત્ની વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થતા પતિએ પી લીધી ઝેરી દવા

રાણાવાવ નજીક ભોરાસર સીમમાં પતિ-પત્ની વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થતા પતિએ ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મુળ મધ્યપ્રદેશનાં અને હાલ રાણાવાવ નજીક ભોરાસર સીમમાં બાલુ ભોજાની વાડીએ રહેતા કોમલબેન ઈડાભાઈ બામણીયા નામની પરિણીતાએ પોલીસમાં એવું જણાવ્યું કે, તેના પતિ ઈડાભાઈ અનસીંગ  બામણીયા  સાથે  બોલાચાલી થઈ હતી. જે બાદ તેને […]

Gujarat Others
26929b44c472fb1ef9d667ca09354a4b પતિ-પત્ની વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થતા પતિએ પી લીધી ઝેરી દવા

રાણાવાવ નજીક ભોરાસર સીમમાં પતિ-પત્ની વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થતા પતિએ ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મુળ મધ્યપ્રદેશનાં અને હાલ રાણાવાવ નજીક ભોરાસર સીમમાં બાલુ ભોજાની વાડીએ રહેતા કોમલબેન ઈડાભાઈ બામણીયા નામની પરિણીતાએ પોલીસમાં એવું જણાવ્યું કે, તેના પતિ ઈડાભાઈ અનસીંગ  બામણીયા  સાથે  બોલાચાલી થઈ હતી. જે બાદ તેને આ પગલું ભર્યું હતું. આ મામલે પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર રાણાવાવ નજીક ભોરાસર સીમમાં પરપ્રાંતિય યુવક ઈડાભાઈ તેની પત્ની કોમલને કહ્યું કે તું જલ્દી શાક બનાવી આપ કહેતા પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી આથી આ બાબતે ઈડાભાઈને લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી. જેબાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.