Not Set/ પનીરસેલ્વમના સમર્થનમાં ઉતરી આવ્યા કમલ હાસન, કહ્યું માની જાવ નહીતો બંદુક લઇને રાજનીતિમાં ઉતરવું પડશે

નવી દિલ્હીઃ તમિલાનાડૂના રાજકારણમાં થઇ રહેલી ઉથપુથલ વચ્ચે તમિલ એક્ટર કમલ હસને ચેતવણીના સૂરમા કહ્યં હતું કે, તેમને છંછેડવામાં ના આવે નહી તો તે બંદુક લઇને રાજકાણમાં આવી જશે. તમિલનાડૂના રાજકારણાં ધીરે ધીરે રસપ્રદ વળાંક આવતા જાય છે.  કાર્યવાહક મુખ્યંમંત્ર્ ઓ.પનીરસેલ્વમના પક્ષમાં આવનારની સંખ્યા વધતી જાય છે. હવે તેમના પક્ષમાં આવી ગયા છે સાઉથના સુપરસ્ટાર […]

Uncategorized
kamal hasan 1486797908 પનીરસેલ્વમના સમર્થનમાં ઉતરી આવ્યા કમલ હાસન, કહ્યું માની જાવ નહીતો બંદુક લઇને રાજનીતિમાં ઉતરવું પડશે

નવી દિલ્હીઃ તમિલાનાડૂના રાજકારણમાં થઇ રહેલી ઉથપુથલ વચ્ચે તમિલ એક્ટર કમલ હસને ચેતવણીના સૂરમા કહ્યં હતું કે, તેમને છંછેડવામાં ના આવે નહી તો તે બંદુક લઇને રાજકાણમાં આવી જશે. તમિલનાડૂના રાજકારણાં ધીરે ધીરે રસપ્રદ વળાંક આવતા જાય છે.  કાર્યવાહક મુખ્યંમંત્ર્ ઓ.પનીરસેલ્વમના પક્ષમાં આવનારની સંખ્યા વધતી જાય છે. હવે તેમના પક્ષમાં આવી ગયા છે સાઉથના સુપરસ્ટાર કમલ હાસન.

અભિનેતાએ ઇન્ડિયા ટૂડેને આપેલા ઇન્ટરવ્યુમાં કડક શબ્દોમાં કહ્યું હતું કે, તેમને છેડવામાં ના આવે નહીતર તે અને તેમના સમર્થકો બંદૂક લઇને રાજનીતિમાં આવી જશે. બીજી તરફ AIADMK ના બે સાંસદ પણ ખુલીને  પનીરસેલ્વમના પક્ષમાં આવી ગયા છે.

દિગ્ગજ અભિનેતા કમલ હાસન સતત આ મુદ્દા પર કડક રૂખ અપનાવી રહ્યા છે. ઓ.પનીરસલ્વમની તરફથી તરફદારી કરતા તેમણે કહ્યું કે, તે નાકાબિલ નથી તેમને પણ એક તક મળવી જોઇએ. જો તે આશા પર ખરા ના ઉતરે તો તેમને હટાવી પણ શકાય છે.