Not Set/ પાકિસ્તાન પણ ચાલશે ભારતની રાહ, કરશે 5000 રૂપિયાની નોટ બંધ

ઇસ્લામાબાદઃ ભારતમાં નોટબંધી બાદ તેણે સમગ્ર વિશ્વમાં પોતાનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યાર બાદ વેનેજુએલામાં પણ ત્યાની સૌથી કરન્સીને બંધ કરવામાં આવી હતી. પરંતુ ત્યાંની સરકારે એક સપ્તાહમાં જ તેનો નિર્ણય પરત ખેચવો પડ્યો હતો. ત્યાર ભારતનો પાડોશી દેશ પણ ભારતની રાહ પર ચાલીને પોતાની જૂની સૌથ મોટી કરન્સીને બંધ કરશે. પાકિસ્તાનની સેનેટે કાળાનાણાંના પ્રવાહને રોકવા […]

Uncategorized

ઇસ્લામાબાદઃ ભારતમાં નોટબંધી બાદ તેણે સમગ્ર વિશ્વમાં પોતાનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યાર બાદ વેનેજુએલામાં પણ ત્યાની સૌથી કરન્સીને બંધ કરવામાં આવી હતી. પરંતુ ત્યાંની સરકારે એક સપ્તાહમાં જ તેનો નિર્ણય પરત ખેચવો પડ્યો હતો. ત્યાર ભારતનો પાડોશી દેશ પણ ભારતની રાહ પર ચાલીને પોતાની જૂની સૌથ મોટી કરન્સીને બંધ કરશે. પાકિસ્તાનની સેનેટે કાળાનાણાંના પ્રવાહને રોકવા માટે તબક્કાવાર રીતે 5000 રૂપિયાની નોટનું ચલણ બંધ કરવાની માગ કરતી એક દરખાસ્તને સોમવારે મંજૂર કરી છે.

એક મહિના પહેલા ભારતમાં 5000 અને 1000 રૂપિયની જૂની નોટનું ચલણ બંધ કરવામાં આવ્યું હતું. સંસદ સભ્ય પાકિસ્તાન મુસ્લિમ લીગના નેતા સૈફુલ્લા ખાને દરખાસ્ત કરી હતી જેને સંસદમાં સાંસદોએ બહુમતિથી મંજૂર કરી હતી.

ડોનના અહેવાલ અનુસાર પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, 5000 રૂપિયાની નોટનું ચલણ બંધ કરવાથી બેંક ખાતાના ઉપયોગ વધુમાં વધુ થશે અને હિસાબ વગરના વ્યવહારની અર્થવ્યવસ્થાનું કદ ઘટાડવામાં મદદ મળશે. પ્રસ્તાવ અનુસાર 5,000ની નોટો બધ કરવાનું કામ ત્રણથી પાંચ વર્ષમાં થવું જોઈએ જેથી બજારમાંથી નોટ હટાવી શકાય.

જોકે કાયદા પ્રધાન જાહિદ હમીને કહ્યું છે કે, નોટ બંધ કરવાથી બજારમાં મુશ્કેલી ઉભી થશે અને લોકો વિદેશી ચલણનો ઉપયોગ કરવા લાગશે. તેમણે કહ્યું કે, હાલમાં દેશમાં 3.4 ખરબ નોટોનો ઉયોગ થઈ રહ્યો છે જેનાથી 1.02 ખરબ 5,000 રૂપિયાની નોટમાં છે. આ પ્રસ્તાવ ભારતમાં નોટબંધીથી પ્રરિત લાગી રહ્યો છે.