Not Set/ પાક.ની નાપાક હરકત/ વિવાદિત  નકશો બહાર પાડ્યો, કાશ્મીર-લદ્દાખ, જૂનાગઢ ઉપર કર્યો દાવો..!!

પાકિસ્તાન પણ નેપાળના માર્ગ ઉપર ચાલી રહ્યું છે.  પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે વિવાદિત નકશાને મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાને નકશામાં કાશ્મીરને પોતાનું ગણાવ્યું છે. પહેલા પાકિસ્તાન ફક્ત પીઓકેને તેનો હિસ્સો ગણવટું હતું. પરંતુ હવે નવા નકશામાં કાશ્મીરનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાકિસ્તાને નવા નકશામાં લદ્દાખ, સિયાચીન અને ગુજરાતના જૂનાગઢ પર દાવો કર્યો છે. પાકિસ્તાનના વડા […]

World
5842718772a902740d7ee131b7819afd પાક.ની નાપાક હરકત/ વિવાદિત  નકશો બહાર પાડ્યો, કાશ્મીર-લદ્દાખ, જૂનાગઢ ઉપર કર્યો દાવો..!!

પાકિસ્તાન પણ નેપાળના માર્ગ ઉપર ચાલી રહ્યું છે.  પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે વિવાદિત નકશાને મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાને નકશામાં કાશ્મીરને પોતાનું ગણાવ્યું છે. પહેલા પાકિસ્તાન ફક્ત પીઓકેને તેનો હિસ્સો ગણવટું હતું. પરંતુ હવે નવા નકશામાં કાશ્મીરનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાકિસ્તાને નવા નકશામાં લદ્દાખ, સિયાચીન અને ગુજરાતના જૂનાગઢ પર દાવો કર્યો છે.

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને તેને પાકિસ્તાનના ઇતિહાસમાં સૌથી ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો. ઇમરાન ખાનના મંત્રીમંડળમાં વિવાદિત નકશાને મંજૂરી આપવામાં આવી હતી. કેબિનેટની બેઠક બાદ ઇમરાન ખાને એક નવો રાજકીય નકશો બહાર પાડ્યો. નકશામાં કાશ્મીરને પાકિસ્તાનનો એક ભાગ ગણાવ્યો છે.

પાકિસ્તાન પહેલા નેપાળે પણ આવું જ કૃત્ય કર્યું છે. તેમણે વિવાદિત નકશાને પણ મંજૂરી આપી, જેમાં ભારતના કલાપાની, લિપુલેખ અને લિમ્પીયાધુરાનો સમાવેશ થાય છે. નેપાલે 20 મેના રોજ વિવાદિત નકશો બહાર પાડ્યો, જેને ત્યાંની સંસદ દ્વારા પણ મંજૂરી આપવામાં આવી હતી.  હવે તે સંયુક્ત રાષ્ટ્ર સંગઠન (યુએનઓ) અને ગૂગલ સહિત આંતરરાષ્ટ્રીય સમુદાયને આ વિવાદિત નકશા મોકલવાની તૈયારી કરી રહ્યો છે.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવવાના એક વર્ષ પૂરા થયાના એક દિવસ પહેલા જ પાકિસ્તાને આ વિવાદિત નકશા જાહેર કર્યા છે. જણાવી દઈએ કે ગયા વર્ષે 5 ઓગસ્ટે મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. ભારતના આ પગલા બાદ પાકિસ્તાનનો રોષ પણ જોવા મળ્યો હતો. તેણે વિશ્વની સામે આજીજી પણ કરી હતી. અને હવે તેના દેશના લોકોને ખુશ કરવા માટે, તેણે એક નવો નકશો બહાર પાડ્યો છે. દરમિયાન, વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ કહ્યું કે નવા નકશાને શાળાઓના અભ્યાસક્રમમાં સમાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.