Not Set/ પાલીતાણામાં જાહેર સ્થળોએ લાગેલા સુત્રો સાથેના બેનરો તેમજ નંબર લખાતા ભાજપ કોર્ગેસના પક્ષો દ્રારા વિરોધ

સમગ્ર ગુજરાતમાં જ્યારે જન્માષ્ટમીનો માહોલ છે…ત્યારે પાલીતાણામાં જાહેર સ્થળોએ લાગેલા કેટલાક સુત્રો સાથેના બેનરો તેમજ તેમાં લખેલા ફોન નંબર દ્વારા ભારે રાજકીય ઉતેજના જગાવી છે..મહત્વનું છે કે, પાલીતાણામાં દર વર્ષે ઉજવાતા જન્માષ્ટમી મહોત્સવ દરમિયાન દરેક પક્ષ તેના બેનરો લગાવે છે…પરંતુ આ વર્ષે અચાનક જ પાલીતાણાની જુદી જુદી પરંતુ મૂળભૂત સમસ્યા સાથેના બેનરો લાગતા તેમજ એક […]

Gujarat
vlcsnap error452 પાલીતાણામાં જાહેર સ્થળોએ લાગેલા સુત્રો સાથેના બેનરો તેમજ નંબર લખાતા ભાજપ કોર્ગેસના પક્ષો દ્રારા વિરોધ

સમગ્ર ગુજરાતમાં જ્યારે જન્માષ્ટમીનો માહોલ છે…ત્યારે પાલીતાણામાં જાહેર સ્થળોએ લાગેલા કેટલાક સુત્રો સાથેના બેનરો તેમજ તેમાં લખેલા ફોન નંબર દ્વારા ભારે રાજકીય ઉતેજના જગાવી છે..મહત્વનું છે કે, પાલીતાણામાં દર વર્ષે ઉજવાતા જન્માષ્ટમી મહોત્સવ દરમિયાન દરેક પક્ષ તેના બેનરો લગાવે છે…પરંતુ આ વર્ષે અચાનક જ પાલીતાણાની જુદી જુદી પરંતુ મૂળભૂત સમસ્યા સાથેના બેનરો લાગતા તેમજ એક ફોન નંબર લખાતા ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષોના આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ બેનરોના સુત્રો જોઈએ તો “શું આવનારી પેઢીઓ માટે પણ હીરા અને ડોલીઓ જ મુખ્ય રોજગાર બની રહેશે…શું પાલીતાણાના ગામડાઓ ક્યારેય આદર્શ ગામડાઓ બનશે….સરકારી દવાખાનામાં યોગ્ય સારવાર મળશે…વીજ જોડાણના પ્રશ્નો વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, શું આવનારા દિવસોમાં ગુજરાતમાં કોઈ નવા રાજકીય પક્ષનો ઉદય થઇ રહ્યો છે કે શું, તે એક પ્રશ્નો ઉભો થઇ રહ્યો છે..