Not Set/ પૂર્વ વડા પ્રધાન ડો.મનમોહન સિંહનાં ઘરે લાગ્યું ક્વોરેન્ટાઇનનું નોટિસ, કોંગ્રેસ પાર્ટી ચિંતિત

દેશમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા ત્રણ લાખને વટાવી ગઈ છે. રાજધાની દિલ્હી પણ કોરોનાથી ખરાબ રીતે પ્રભાવિત છે, અહી અત્યાર સુધીમાં 36 હજારથી વધુ કેસ નોંધાયા છે. આ દરમિયાન પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનાં દિલ્હી ખાતેનાં નિવાસસ્થાન પર એક ક્વોરેન્ટાઇન નોટિસ ચોંટાડવામાં આવી છે. જે બાદ કોંગ્રેસનાં નેતાઓ મનમોહન સિંહનાં સ્વાસ્થ્યને લઇને ચિંતિત બન્યા, જોકે […]

India
6da01a6760accfa5935b8d789cf5b8e2 1 પૂર્વ વડા પ્રધાન ડો.મનમોહન સિંહનાં ઘરે લાગ્યું ક્વોરેન્ટાઇનનું નોટિસ, કોંગ્રેસ પાર્ટી ચિંતિત

દેશમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા ત્રણ લાખને વટાવી ગઈ છે. રાજધાની દિલ્હી પણ કોરોનાથી ખરાબ રીતે પ્રભાવિત છે, અહી અત્યાર સુધીમાં 36 હજારથી વધુ કેસ નોંધાયા છે. આ દરમિયાન પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનાં દિલ્હી ખાતેનાં નિવાસસ્થાન પર એક ક્વોરેન્ટાઇન નોટિસ ચોંટાડવામાં આવી છે. જે બાદ કોંગ્રેસનાં નેતાઓ મનમોહન સિંહનાં સ્વાસ્થ્યને લઇને ચિંતિત બન્યા, જોકે બાદમાં સ્પષ્ટ થઈ ગયું કે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે.

જણાવી દઇએ કે, પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ દિલ્હીનાં 3, મોતીલાલ નહેરુ પ્લેસ નિવાસમાં રહે છે. તેમના નિવાસસ્થાને કામ કરતી સહાયકની પુત્રી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળેલ છે. ડોક્ટર સિંહનાં ઘરે એક સર્વન્ટ ક્વાર્ટર બનાવવામાં આવ્યો છે, જ્યાં સહાયિકા તેના પરિવાર સાથે રહે છે. આ બાબતની જાણ થતાં જ આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં આવી અને મનમોહન સિંહનાં નિવાસ સ્થાને ક્વોરેન્ટાઇન નોટિસ ચોંટાડી દીધુ. અત્યારે અહી કોઈની હિલચાલ પર પ્રતિબંધ છે. આ સમય દરમિયાન પૂર્વ વડા પ્રધાન તમામ વિડીયોમાં કોન્ફરન્સ દ્વારા દરેક કાર્યક્ર્મમાં ભાગ લઈ રહ્યા છે.

આપને જણાવી દઇએ કે, ડો.સિંહને લાંબા સમયથી હૃદય સંબંધિત સમસ્યા છે. તેઓ જ્યારે વડા પ્રધાન હતા ત્યારે પણ તેમની સર્જરી થઈ હતી. છેલ્લા ઘણા દિવસોથી તેમની તબિયતને લઇને સવાલો ઉભા થયા છે. જેના કારણે તેમને મે મહિનામાં એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. છાતીમાં ભારે દુખાવો થવાને કારણે તે આઈસીયુમાં પણ હતા, જોકે તેમની હાલત સુધરતા જ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.