Not Set/ પ્રમોશન/ ગુજરાત સરકાર દ્વારા આ 5 સિનિયર IAS અધિકારીઓને મળી બઢતી

  ગુજરાત સરકાર દ્વારા રાજ્યના 5 આઇએએસ  અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. તેમને પ્રિન્સિપલ સેક્રેટરીમાંથી એડીશનલ ચીફ સેક્રેટરી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. 1990ની બેચના IAS એવા  કમલ દયાણી, મનોજ કુમાર દાસ, મનોજ અગરવાલ, ચંદ્ર વાનું  સોમ, અરુણ કુમાર સોલંકીનો સમાવેશ થાય છે. હાલમાં આ અધિકારીઓની ફક્ત બઢતી કરવામાં આવી છે બદલી કરવામાં આવી નથી. […]

Gujarat Uncategorized
66fe71b9b82f559e2337de3349131c69 પ્રમોશન/ ગુજરાત સરકાર દ્વારા આ 5 સિનિયર IAS અધિકારીઓને મળી બઢતી
 

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના 5 આઇએએસ  અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. તેમને પ્રિન્સિપલ સેક્રેટરીમાંથી એડીશનલ ચીફ સેક્રેટરી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. 1990ની બેચના IAS એવા  કમલ દયાણી, મનોજ કુમાર દાસ, મનોજ અગરવાલ, ચંદ્ર વાનું  સોમ, અરુણ કુમાર સોલંકીનો સમાવેશ થાય છે. હાલમાં આ અધિકારીઓની ફક્ત બઢતી કરવામાં આવી છે બદલી કરવામાં આવી નથી. તેઓ જે વિભાગમાં હતા તે જ વિભાગમાં તેમણે એડીશનલ ચીફ સેક્રેટરીના પદે રાખવામાં આવ્યા છે.

6e23cd30e04fd71a3794b9ceb22c0f1b પ્રમોશન/ ગુજરાત સરકાર દ્વારા આ 5 સિનિયર IAS અધિકારીઓને મળી બઢતી

કમલ દયાણીને જાહેર વહીવટ વિભાગમાં એડીશનલ ચીફ સેક્રેટરી તરીકે મુકવામાં આવ્યા છે. મનોજ કુમાર દાસને મુખ્યમંત્રી કાર્યાલયમાં એડીશનલ ચીફ સેક્રેટરી તરીકે મુકવામાં આવ્યા છે. મનોજ અગરવાલને સોશ્યલ જસ્ટિસ એન્ડ એમપાવરમેન્ટ વિભાગમાં એડીશનલ ચીફ સેક્રેટરી તરીકે મુકવામાં આવ્યા છે. તો ચંદ્ર વાનું સોમને ખેલકુદ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગમાં એડીશનલ ચીફ સેક્રેટરી તરીકે મુકવામાં આવ્યા છે. અરુણકુમાર સોલંકીને એડીશનલ ચીફ સેક્રેટરી તરીકે ગુજરાત મીનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડાયરેક્ટરના પદે મુકવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.