Not Set/ પ્રિયંકા ગાંધીનાં સરકાર પર આકરા પ્રહાર, કહ્યુ- વિદેશમાં ફસાયેલા ભારતીઓને જો લાવી શકાય છે તો…

બીજા રાજ્યમાં ફસાયેલા કામદારોને પરત લાવવા સરકાર સંપૂર્ણ પ્રયાસ કરી રહી છે. પરંતુ તે દરમિયાન જે મામલો જોરશોરથી ચાલી રહ્યો છે તે મજૂરો પાસેથી ભાડુ વસૂલવાનો સામે આવ્યો છે. કોંગ્રેસ સહિતનાં તમામ વિપક્ષો દાવો કરી રહ્યા છે કે મોદી સરકાર કામદારો પાસેથી ભાડું વસૂલી રહી છે. કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, શ્રમ […]

India
d941e3a2247b0e062221bdf43655d791 2 પ્રિયંકા ગાંધીનાં સરકાર પર આકરા પ્રહાર, કહ્યુ- વિદેશમાં ફસાયેલા ભારતીઓને જો લાવી શકાય છે તો...

બીજા રાજ્યમાં ફસાયેલા કામદારોને પરત લાવવા સરકાર સંપૂર્ણ પ્રયાસ કરી રહી છે. પરંતુ તે દરમિયાન જે મામલો જોરશોરથી ચાલી રહ્યો છે તે મજૂરો પાસેથી ભાડુ વસૂલવાનો સામે આવ્યો છે. કોંગ્રેસ સહિતનાં તમામ વિપક્ષો દાવો કરી રહ્યા છે કે મોદી સરકાર કામદારો પાસેથી ભાડું વસૂલી રહી છે. કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, શ્રમ રાષ્ટ્ર નિર્માતા છે. પરંતુ આજે તેઓ ઠોકરો ખાવા મજબૂર છે. આ સમગ્ર દેશ માટે આત્મ-પીડાનું કારણ છે.

જ્યારે આપણે વિદેશમાં ફસાયેલા ભારતીઓને વિમાનથી પરત લાવી શકીએ છીએ, જ્યારે આપણે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં સરકારી તિજોરીમાંથી 100 કરોડ રૂપિયા ખર્ચ કરી શકીએ છીએ. જ્યારે રેલવે પ્રધાન પીએમ કેર ફંડમાં રૂ.151 કરોડ આપી શકે છે, તો આ મજીરોને સંકટનાં આ સમયે નિશુલ્ક રેલ યાત્રાની સુવિધા કેમ ન આપી શકે? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે નિર્ણય લીધો છે કે ઘરે પરત ફરતા કામદારોનાં રેલ્વે પ્રવાસનો સંપૂર્ણ ખર્ચ અમે ઉઠાવીશું.

વળી આ મુદ્દા પર વિવાદ વધતો જોઈને રેલ્વે મંત્રાલયે સ્પષ્ટતા જારી કરી હતી. આ અંતર્ગત રેલવે મંત્રાલયનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર, સ્થળાંતર કામદારોને ઘરે લઈ જવા માટે લોકોને સીધી ટિકિટ વેચવામાં આવી નથી. તે રાજ્ય સરકાર પાસેથી વસૂલવામાં આવે છે અને માત્ર સામાન્ય ભાડું લેવામાં આવી રહ્યુ છે, જે ખર્ચનો માત્ર 15 ટકા છે. રાજ્યોની સૂચિ મુજબ જ લોકોને મુસાફરી કરવાની છૂટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.