Not Set/ 31 ઓગસ્ટ સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ રહેશે

સરકાર દ્વારા  30 જૂનથી 31 જુલાઈ સુધીના પ્રતિબંધમાં વધારો કર્યો છે.  પરંતુ  વંદે ભારત યોજના હેઠળ મુસાફરોની અવરજવર પહેલાની જેમ ચાલુ રહેશે. 

Top Stories India
Untitled 276 31 ઓગસ્ટ સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ રહેશે

 સમગ્ર દેશ માં આ વખતે કોરોનાની બીજી લહેર  ભયંકર જોવા મળી હતી જેમના પગલે દેશ ના અનેક રાજયોમાં  મીની લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું . તેમજ અનેક હવાઈ સેવાઓ પણ  બંધ કરવામાં આવી હતી . હવે જયારે કોરોના કેસ ઘટતા સરકાર દ્વારા નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે .સરકાર દ્વારા  30 જૂનથી 31 જુલાઈ સુધીના પ્રતિબંધમાં વધારો કર્યો છે.  પરંતુ  વંદે ભારત યોજના હેઠળ મુસાફરોની અવરજવર પહેલાની જેમ ચાલુ રહેશે. ડીજીસીએ દ્વારા જારી કરાયેલા પરિપત્ર અનુસાર, વિદેશી ફ્લાઇટ્સને પસંદગીના રૂટ પર મંજૂરી આપવામાં આવશે અને તે વ્યક્તિગત કેસો પર આધારિત રહેશે.

આ અગાઉ મે મહિનામાં સરકારે આ પ્રતિબંધને 31 મેથી 30 જૂન 2021 સુધી વધાર્યો હતો. ફ્લાઈટ સેવાઓ અંગે 30 એપ્રિલના રોજ બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં ભારતે આંતરરાષ્ટ્રીય વ્યાપારી ફ્લાઈટ્સના સંચાલન પર લાદવામાં આવેલા પ્રતિબંધને 31 મે 2021 સુધી લંબાવી દીધો હતો. જો કે, પરિપત્રમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે કેટલાક તાકીદના કેસમાં પસંદ કરેલા રૂટ પર વિદેશી વિમાન સેવાઓ માટે પરવાનગી આપી શકાય છે.

પરિપત્રમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે કેટલાક તાકીદનાં કેસમાં પસંદ કરેલા રૂટ પર વિદેશી ફ્લાઇટ સેવાઓ માટે પરવાનગી આપી શકાય છે. પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું કે આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય કાર્ગો ઓપરેશન અને ફ્લાઇટ્સ પર લાગુ થશે નહીં. નોંધનીય છે કે ગયા વર્ષે 25 માર્ચ 2020 ના રોજ પેસેન્જર એર સર્વિસ સસ્પેન્ડ કરવામાં આવી હતી. જોકે, 25 મે 2020 થી ડોમેસ્ટિક ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ કરવામાં આવી હતી.