Not Set/ ફરીથી માનવતા થઇ શર્મશાર, કેરળ બાદ હવે હિમાચલમાં ગર્ભવતી ગાયને ખવડાવ્યો વિસ્ફોટક પદાર્થ

કેરળમાં સગર્ભા હાથીને વિસ્ફોટક પદાર્થ ખવડાવવાના મામલે દેશભરમાં ગુસ્સાનો માહોલ છે, તો બીજી તરફ હિમાચલ પ્રદેશથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના ઝંડુટા ખાતે વિસ્ફોટક પદાર્થ આપીને ગાયને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે, જેનાથી ગાયને ખરાબ રીતે ઇજા પહોંચી છે. આ ઘટના અંગે મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યું છે કે, હિમાચલ […]

Uncategorized
efb717d0b0184aba28f2fe576a07cd1a 1 ફરીથી માનવતા થઇ શર્મશાર, કેરળ બાદ હવે હિમાચલમાં ગર્ભવતી ગાયને ખવડાવ્યો વિસ્ફોટક પદાર્થ

કેરળમાં સગર્ભા હાથીને વિસ્ફોટક પદાર્થ ખવડાવવાના મામલે દેશભરમાં ગુસ્સાનો માહોલ છે, તો બીજી તરફ હિમાચલ પ્રદેશથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના ઝંડુટા ખાતે વિસ્ફોટક પદાર્થ આપીને ગાયને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે, જેનાથી ગાયને ખરાબ રીતે ઇજા પહોંચી છે.

આ ઘટના અંગે મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યું છે કે, હિમાચલ પ્રદેશમાં આ પ્રકારની ઘટનાઓ કોઈ પણ સંજોગોમાં સહન નહીં થાય. મુખ્યમંત્રીએ કહ્યું કે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ગુનેગારોને કોઈ પણ સંજોગોમાં મુક્ત કરવામાં આવશે નહીં. 

ગર્ભવતી ગાયના માલિકે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો હતો જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધ્યો છે અને સમગ્ર મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.