Not Set/ GST લાગુ કરવા માટે સરકારે બનાવ્યો ‘વોર રૂમ’

સમગ્ર દેશમાં જીએસટી લાગુ કરવામાં આવશે. પણ બોલવામાં જેટલી સરળ લાગે છે તે વાત કરવામાં અનેક મુશ્કેલીઓ સામે ઊભી છે. જીએસટી લાગુ કરવા માટે સરકારની સામે અનેક મુશ્કેલીઓ છે. જેને દૂર કરવા માટે નાણાં મંત્રાલયે ખાસ તૈયારી કરી છે. મંત્રાલયે તેને લાગુ કરવા માટે અને તે સમયે આવનારી મુશ્કેલીઓને દૂર કરવા માટે મિની વોર રૂમ […]

Uncategorized

સમગ્ર દેશમાં જીએસટી લાગુ કરવામાં આવશે. પણ બોલવામાં જેટલી સરળ લાગે છે તે વાત કરવામાં અનેક મુશ્કેલીઓ સામે ઊભી છે. જીએસટી લાગુ કરવા માટે સરકારની સામે અનેક મુશ્કેલીઓ છે. જેને દૂર કરવા માટે નાણાં મંત્રાલયે ખાસ તૈયારી કરી છે. મંત્રાલયે તેને લાગુ કરવા માટે અને તે સમયે આવનારી મુશ્કેલીઓને દૂર કરવા માટે મિની વોર રૂમ બનાવાનો નિર્ણય લીધો છે. આ વોર રૂમ અનેક ફોન લાઇન અને હાઇ ટેક કમ્પ્યૂટરથી જેવી સુવિધાઓથી સજ્જ હશે. જેના કારણે કોઇ પણ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવી શકાય.સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સના પ્રમુખ વાનજા એન સરનાના જણાવ્યા મુજબ આ યુનિટ જીએસટી લાગુ કરવા માટે એક ક્વિક રિસોર્સનું કામ કરશે. આ મિની વોર રૂમમાં બેઠેલા યુવાઓની મદદથી કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓની તમામ મુશ્કેલીઓનું સમાધાન લાવવામાં આવશે અને તેને તેમના સવાલોના જવાબ મળશે. આ વોરરૂમ સવારે 8 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી સતત કાર્યરત રહેશે. અને જીએસટીને લઇને થનારી તમામ મુશ્કેલીઓ માટે સજ્જ રહેશે.આ વોરરૂમમાં યુવા અધિકારીઓની એક ટીમ પણ બનાવવામાં આવી છે. જે ઝડપથી આ સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે. આ વોર રૂમ જીએસટી સાથે જોડાયેલી તમામ વસ્તુઓ માટે સિંગલ વિન્ડોની જેમ કામ કરશે. ઉલ્લેખનીય છે કે જીએસટી સમગ્ર દેશમાં 1 જુલાઇએ વિધિવત લાગુ કરવું એ કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટોમાંથી એક છે જેને સુયોગ્ય રીતે પરિપૂર્ણ કરવા માટે સરકારે આ રીતની કટિબદ્ધતા બતાવી છે