Not Set/ ફરુખાબાદની હોસ્પિટલમાં અત્યાર સુધી 49 બાળકોના મોત

ઉત્તર પ્રદેશના ગોરખપુર સ્થિત બીઆરડી હોસ્પિટલમાં બાળકોના મોત બાદ હવે ફરુખાબાદની હોસ્પિટલમાં પણ આવો જ મામલો સામે આવ્યો છે. છેલ્લા એક મહિનામાં ફરુખાબાદ સ્થિત ડો.રામમનોહર લોહિયા રાજકીય સયુક્ત ચિકિત્સાલયમાં 49 બાળકોના મોત થઈ ચૂક્યા છે. તપાસ રિપોર્ટમાં આ બાળકોના મોતના કારણ ઓક્સિજન કે દવાઓનો અભાવ તથા ઈલાજમાં બેદરકારી દર્શાવવામાં આવ્યાં છે.ફરુખાબાદના એસપી દયાનંદ મિશ્રાએ જણાવ્યું […]

India
BABY INDIA HEALTH CHILDREN AFP RK3YA ફરુખાબાદની હોસ્પિટલમાં અત્યાર સુધી 49 બાળકોના મોત

ઉત્તર પ્રદેશના ગોરખપુર સ્થિત બીઆરડી હોસ્પિટલમાં બાળકોના મોત બાદ હવે ફરુખાબાદની હોસ્પિટલમાં પણ આવો જ મામલો સામે આવ્યો છે. છેલ્લા એક મહિનામાં ફરુખાબાદ સ્થિત ડો.રામમનોહર લોહિયા રાજકીય સયુક્ત ચિકિત્સાલયમાં 49 બાળકોના મોત થઈ ચૂક્યા છે. તપાસ રિપોર્ટમાં આ બાળકોના મોતના કારણ ઓક્સિજન કે દવાઓનો અભાવ તથા ઈલાજમાં બેદરકારી દર્શાવવામાં આવ્યાં છે.ફરુખાબાદના એસપી દયાનંદ મિશ્રાએ જણાવ્યું કે આ મામલે સીએમઓ, સીએમએસ અને લોહિયા હોસ્પિટલના કેટલાક ડોક્ટરો વિરુદ્ધ કેસ નોંધી લેવાયો છે… આગળની કાર્યવાહી તપાસ પ્રક્રિયાના આધારે કરવામાં આવશે.જિલ્લા પ્રશાસનના તપાસ રિપોર્ટમાં ખુલાસો થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. વાત જાણે એમ છે કે મીડિયામાં બાળકોના મોતના અહેવાલો આવ્યાં બાદ મુખ્યમંત્રી કાર્યાલયે જિલ્લા પ્રશાસન પાસે રિપોર્ટ માંગ્યો હતો. ત્યારબાદ ડીએમ રવિન્દ્રકુમારે તરત પહેલ કરતા મુખ્ય ચિકિત્સા અધિક્ષક પાસે આ મોતો પર રિપોર્ટ માંગ્યો