અહો આશ્ચર્યમ...!!/ ફાર્મસીમાં કામ કરતા Computer ઓપરેટરની ટાઈપિંગ સ્પીડ જોઈ લોકો થયા દંગ, વીડિયો થયો વાયરલ

ઓપરેટરની ટાઈપિંગ સ્પીડ જોઈ લોકો થયા દંગ થયા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થયો છે.

Top Stories India
Capture 11 ફાર્મસીમાં કામ કરતા Computer ઓપરેટરની ટાઈપિંગ સ્પીડ જોઈ લોકો થયા દંગ, વીડિયો થયો વાયરલ

કેટલાક લોકો કામ કરતી વખતે પોતાના કામમાં એટલા એક્સપર્ટ બની જાય છે કે તેઓ આંખો બંધ કરીને પણ કામને સંપૂર્ણ રીતે કરી શકે છે. એવું પણ કહેવાય છે કે સતત અભ્યાસથી લોકો પોતાના કામમાં નિષ્ણાત બની જાય છે. આ વાતને સાચી સાબિત કરતા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક છોકરાની ટાઈપિંગ સ્પીડ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. છોકરો કીબોર્ડ પર એટલી ઝડપથી હાથ ફેરવી રહ્યો છે કે તેની આંગળીઓ ભાગ્યે જ દેખાઈ રહી છે. આ જોઈ લોકો દંગ થયા છે કે આ વ્યક્તિ કેટલી ઝડપી ટાઈપિંગ કરી રહ્યો છે.

ટાઈપિંગની સ્પીડ જોઈ લોકો થયા દંગ

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરો ફાર્મસીની દુકાન પર બેસી પોતાનું કામ કરી રહ્યો છે. દુકાન પર દવાઓ લેતા લોકોની એટલી ભીડ છે કે તે ખૂબ જ ઝડપથી દવાઓનું બિલ આપી રહ્યો છે. બિલિંગ કરતી વખતે તે દવાનું નામ અને તેની કિંમત ઉમેરી રહ્યો છે અને બિલ જનરેટ કરીને સ્ટોરકીપરને આપી રહ્યો છે. આ સાથે તેની આંગળીઓ કીબોર્ડ પર ટેપ કરી રહી છે. તે પોતાનું કામ ખૂબ જ ઝડપથી પૂરું કરી રહ્યો છે. દવાઓ તેની સામે મૂકતાની સાથે જ તે તેને ઉપાડી લે છે અને તરત જ તેનું બિલ આપે છે.

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @Crazy Clips નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 19 મિલિયન લોકોએ જોયો છે અને લાખો લોકોએ તેને પસંદ કર્યો છે. 5 હજાર લોકોએ આ વીડિયોને રીટ્વીટ પણ કર્યો છે. જ્યારે હજારો લોકોએ આ અંગે કોમેન્ટ કરી છે. ઘણા લોકોએ કમેન્ટ સેક્શનમાં આવા વીડિયો શેર કર્યા છે જેમાં લોકો ખૂબ જ ઝડપથી પોતાનું કામ કરી રહ્યા છે. કેટલાક લોકોએ આ વીડિયો જોયા બાદ કહ્યું- ભારતીય લોકો કોમ્પ્યુટરનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરે છે. ઘણા લોકોએ કહ્યું- મહેનત અને ટેક્નોલોજીના કારણે ભારત પ્રગતિ કરી રહ્યું છે.