ભારત જોડ યાત્રા/ કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું? રાહુલ ગાંધીએ ત્રણ લાઈનમાં પીએમ મોદીને આપ્યો પૂરો હિસાબ

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને પીએમ મોદી પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે પીએમ મોદી વારંવાર પૂછે છે- કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું? રાહુલ ગાંધીએ આ પ્રશ્નનો સંપૂર્ણ હિસાબ ત્રણ લાઈનમાં આપ્યો છે.

Top Stories India
રાહુલ ગાંધીએ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી ‘ભારત જોડ યાત્રા’ દરમિયાન પણ મોદી સરકાર પર પ્રહાર કરવાની કોઈ તક છોડતા નથી. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને પીએમ મોદી પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે પીએમ મોદી વારંવાર પૂછે છે- કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું? રાહુલ ગાંધીએ આ પ્રશ્નનો સંપૂર્ણ હિસાબ ત્રણ લાઈનમાં આપ્યો છે.

 રાહુલ ગાંધીએ ત્રણ લાઈનમાં હિસાબ આપ્યો

રાહુલ ગાંધીએ જવાબ આપ્યો કે, ‘અમે (કોંગ્રેસ) ક્યારેય ભારતને સૌથી વધુ બેરોજગારી આપી નથી. અમે ભારતની સામે ક્યારેય રેકોર્ડ મોંઘવારીનો માહોલ ઉભો કર્યો નથી. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, ભાજપ સરકાર ખેડૂતો, યુવાનો અને મહિલાઓ માટે નથી. આ પાંચ-છ ભારતીયો (ઉદ્યોગપતિઓ) માટે છે જેઓ તેઓને જોઈતા કોઈપણ વ્યવસાય પર એકાધિકાર જમાવી રહ્યા છે.

આરઆરએસ અને ભાજપ હિંસા અને નફરત ફેલાવવામાં વ્યસ્ત છે

કેરળના ત્રિશૂરમાં ‘ભારત જોડો યાત્રા’માં રાહુલ ગાંધીની સાથે ગયેલા કોંગ્રેસના સેંકડો કાર્યકરોએ ગેસ સિલિન્ડરના આકારમાં કટઆઉટ સાથે ભારત જોડો યાત્રાની શરૂઆત કરી હતી. તેમણે બેનરો પણ હાથમાં લીધા હતા જેના પર દેશમાં એલપીજીની કિંમતો દર્શાવવામાં આવી હતી. નોંધનીય છે કે રાહુલ ગાંધીએ શનિવારે ભારતમાં ઈંધણ અને રાંધણ ગેસના ભાવમાં ભારે વધારાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) મુખ્ય મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે હિંસા અને નફરત ફેલાવી રહ્યા છે.

પીએમ મોદી મોંઘવારી પર એક શબ્દ પણ બોલતા નથી

ત્રિશૂરમાં ભીડને સંબોધતા કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે, “જ્યારે સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સત્તામાં હતું ત્યારે ગેસ સિલિન્ડરની કિંમત 400 રૂપિયા હતી. તે સમયે વડાપ્રધાન ગેસ સિલિન્ડરની કિંમત 400 રૂપિયા હોવાની ફરિયાદ કરતા હતા, પરંતુ આજે જ્યારે ગેસ સિલિન્ડર 1000 રૂપિયાનો છે ત્યારે તેઓ એક શબ્દ પણ ઉચ્ચારતા નથી. મજબૂત અને આત્મનિર્ભર ભારતના પુનઃનિર્માણ માટે અમારી સાથે જોડાઓ.

આ પણ વાંચો:લોકો ભાજપના 27 વર્ષના શાસનથી થાકી ગયા છે, લોકો પરિવર્તન ઈચ્છે છે :રાઘવ ચઢ્ઢા

આ પણ વાંચો: ‘મન કી બાત’માં PMએ કહ્યું- ચંદીગઢ એરપોર્ટનું નામ ભગત સિંહના નામ પર રાખવામાં આવશે

આ પણ વાંચો:તેજસ્વી યાદવને મંદિરમાં ચપ્પલ પહેરીને જવા પર વિવાદ, ભાજપે કહ્યું- આ રીતે બનશે….