Not Set/ ફિલ્મ “વિક્કી ડોનર” ફેમ ભૂપેશ પંડ્યાનું ફેફસાના કેન્સરને કારણે નિધન

બોલિવૂડ અભિનેતા ભુપેશ પંડ્યા કે જે, આયુષ્માન ખુરનાની પહેલી ફિલ્મ વિકી ડોનરની ભૂમિકા માટે જાણીતા હતા, તેમણે  ફેફસાના કેન્સરથી મૃત્યુ પામ્યા હોવાનાં માઠા સમાચાર સામે આવી રહ્યા છે.  પંડ્યા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (એનએસડી) ના પૂર્વ વિદ્યાર્થી હતા. એનએસડીએ આ માહિતી ટ્વિટ કરી હતી. આ માહિતી એનએસડીના સત્તાવાર ટ્વિટર દ્વારા આપવામાં આવી હતી.  ટ્વીટમાં લખ્યું […]

Uncategorized
644059e089decaefe9d4d5383bc77cf3 ફિલ્મ "વિક્કી ડોનર" ફેમ ભૂપેશ પંડ્યાનું ફેફસાના કેન્સરને કારણે નિધન

બોલિવૂડ અભિનેતા ભુપેશ પંડ્યા કે જે, આયુષ્માન ખુરનાની પહેલી ફિલ્મ વિકી ડોનરની ભૂમિકા માટે જાણીતા હતા, તેમણે  ફેફસાના કેન્સરથી મૃત્યુ પામ્યા હોવાનાં માઠા સમાચાર સામે આવી રહ્યા છે.  પંડ્યા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (એનએસડી) ના પૂર્વ વિદ્યાર્થી હતા. એનએસડીએ આ માહિતી ટ્વિટ કરી હતી.

આ માહિતી એનએસડીના સત્તાવાર ટ્વિટર દ્વારા આપવામાં આવી હતી.  ટ્વીટમાં લખ્યું છે કે, ‘જાણીતા રંગીન ભૂપેશકુમાર પંડ્યા (પૂર્વ વિદ્યાર્થી એનએસડી 2001 બેચ) ના અચાનક અવસાનના સમાચાર ખૂબ જ દુ ખદ છે. એનએસડી પરિવાર શ્રદ્ધાંજલિ ભાવભીની શ્રધ્ધાંજલી અર્પણ કરે છે. ભગવાન દિવ્ય આત્માને શાંતિ પ્રદાન કરે.  

મનોજ બાજપેયી અને ગજરાજ રાવ જેવા ઘણા કલાકારોએ તેમના અકાળ અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો.

તમને જણાવી દઈએ કે, ભુપેશ વિકી ડોનરમાં તો કામ કર્યું જ હતું સાથે સાથે ભૂપેશ પંડ્યાએ ‘હજારો ખુવાહીશે ઐસી, વેબ સિરીઝ ‘દિલ્હી ક્રાઇમ’, ‘ગાંધી ટૂ હિટલર’, ‘અણુ : પોખરણ કી કહાની’ જેવા અન્ય ઘણા પ્રોજેક્ટ્સમાં પણ કામ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews