Not Set/ ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોસિએશન દ્વારા અમેરિકામાં ગુજરાત મહારાષ્ટ્ર સ્થાપના દિવસની ઉજવણી

કોરોના વાઇરસે અખા વિશ્વને ભરડામાં લીધું છે. સમગ્ર વિશ્વમાં સારા નરસા પ્રસંગો ની ઉજવણી પર પ્રતીબંધ છે. લગ્ન કે અંત્યોષ્ઠી જેવા સારા માઠા પ્રસંગોમાં પણ લોકો એકઠા નથી થઇ  શકતા, ત્યારે આજ રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યનો સ્થાપના દિવસ પણ માત્ર શુભેચ્છા સંદેશ પાઠવીને ઉજવાઈ ગયો છે. જો કે, અમેરિકામાં પણ ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થાપના […]

World
4ee41891465ffd79b9518c91e8e6cb26 ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોસિએશન દ્વારા અમેરિકામાં ગુજરાત મહારાષ્ટ્ર સ્થાપના દિવસની ઉજવણી

કોરોના વાઇરસે અખા વિશ્વને ભરડામાં લીધું છે. સમગ્ર વિશ્વમાં સારા નરસા પ્રસંગો ની ઉજવણી પર પ્રતીબંધ છે. લગ્ન કે અંત્યોષ્ઠી જેવા સારા માઠા પ્રસંગોમાં પણ લોકો એકઠા નથી થઇ  શકતા, ત્યારે આજ રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યનો સ્થાપના દિવસ પણ માત્ર શુભેચ્છા સંદેશ પાઠવીને ઉજવાઈ ગયો છે. જો કે, અમેરિકામાં પણ ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે.  અમેરીકામાં વસતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી અને મરાઠી માનુસો દ્વારા આ ખાસ દિવસે ખુબ ખાસ રીતે ઉજવવામાં આવ્યો. 

અમેરિકા સ્થિત ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોસિએશન વતી અમેરિકા ખાતે ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે. એશોસિયેશનના ચેરમેન રમેશભાઈ પટેલ દ્વારા કોરોના જેવી વૈશ્વિક મહામાર વચ્ચે  પણ ગુજરાત -મહારાષ્ટ્ર  સ્થાપના દિવસની ઓન લાઈન ઉજવણી કરવામાં આવી છે. આ પ્રસંગે ગુજરાત અને મહારાષ્ટ્રનાં ખ્યાતનામ કલાકારોના વિડીઓ એડિટ કરી એક ખાસ કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોસિએશન વતી અમેરિકા ખાતે હર હમેશા વિવિધ ભારતીય તહેવારો જેવા કે 15 ઓગષ્ટ 26 જાન્યુઆરી જેવા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. આવો જોઈએ ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોસિએશન વતી અમેરિકા ખાતે ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થાપના દિન ઉજવણી  નિમિત્તે ખાસ બનાવેલા વિડીયો…..

જુઓ કેવી ભવ્ય રીતે અમેરીકામાં ઉજવાયો ગુજરાત દિવસ……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન