Not Set/ ફેસબુક બાદ રિલાયન્સ જિઓમાં સિલ્વર લેક દ્વારા કરવામાં આવ્યું મોટું રોકાણ

ફેસબુક બાદ સિલ્વર લેક એ પણ રિલાયન્સ જિઓ પ્લેટફોર્મ્સમાં રોકાણની જાહેરાત કરી છે. સિલ્વર લેક જિઓ પ્લેટફોર્મ્સ પર રૂ. 5,655.75 કરોડનું રોકાણ કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ રોકાણ બાદ રિલાયન્સ જિઓ પ્લેટફોર્મની કિંમત 4.9 લાખ કરોડ રૂપિયા થઇ જશે. સિલ્વર લેક જિઓ પ્લેટફોર્મ્સનો 1.15 ટકા ઇક્વિટી હિસ્સો ખરીદશે. આ સોદો 12.5 ટકા પ્રીમિયમ પર થશે. […]

Business
3a0e58c04af0d9cc383d69f289412f8d ફેસબુક બાદ રિલાયન્સ જિઓમાં સિલ્વર લેક દ્વારા કરવામાં આવ્યું મોટું રોકાણ

ફેસબુક બાદ સિલ્વર લેક એ પણ રિલાયન્સ જિઓ પ્લેટફોર્મ્સમાં રોકાણની જાહેરાત કરી છે. સિલ્વર લેક જિઓ પ્લેટફોર્મ્સ પર રૂ. 5,655.75 કરોડનું રોકાણ કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ રોકાણ બાદ રિલાયન્સ જિઓ પ્લેટફોર્મની કિંમત 4.9 લાખ કરોડ રૂપિયા થઇ જશે. સિલ્વર લેક જિઓ પ્લેટફોર્મ્સનો 1.15 ટકા ઇક્વિટી હિસ્સો ખરીદશે. આ સોદો 12.5 ટકા પ્રીમિયમ પર થશે.

જણાવી દઈએ કે, તાજેતરમાં જ અમેરિકન સોશિયલ મીડિયા કંપની ફેસબુક એ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની રિલાયન્સ જિઓમાં રોકાણ કર્યું હતું. ફેસબુકે રિલાયન્સ જિઓનાં 9.99 ટકા હિસ્સો 5.7 અબજ એટલે કે 43,574 કરોડ રૂપિયામાં ખરીદવાનો સૌદા કર્યો હતો. આપને જણાવી દઇએ કે, લોકડાઉન દરમિયાન, આ સમગ્ર વિશ્વમાં સૌથી મોટી ડીલ તરીકે જોવામાં આવી હતી. ફેસબુકની વેબસાઇટ પર અપાયેલી માહિતી અનુસાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક રિલાયન્સે જિઓનાં 9.99 ટકા શેરની ખરીદી માટે કરાર કર્યો છે. આ કરારની કુલ કિંમત આશરે 43, 574 કરોડ રૂપિયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફેસબુક ભારતમાં ડિજિટલ માર્કેટમાં વિસ્તૃત થવા માંગે છે, તેથી જ તેણે રિલાયન્સ સાથે રોકાણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

આપને જણાવી દઇએ કે, રિલાયન્સ રિટેલ અને વોટ્સએપમાં પણ કરાર થયો છે. મુકેશ અંબાણીએ ફેસબુક સાથેનાં સૌદા અંગે જણાવ્યું હતું કે, આ સૌદો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં ડિજિટલ ભારતનાં સપનાને પૂરા કરવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે, લાંબા ગાળાનાં ભાગીદાર તરીકે ફેસબુકનું સ્વાગત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.