Transactions/ આજથી ડિઝિટલ લેવડ-દેવડ RTGS ની સુવિધા 24 કલાક

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ઓક્ટોબરમાં જાહેરાત કરી હતી કે, આરટીજીએસ સુવિધા વર્ષનાં બધા દિવસો પર ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે

Business
corona 257 આજથી ડિઝિટલ લેવડ-દેવડ RTGS ની સુવિધા 24 કલાક

ઉચ્ચ મૂલ્યનાં વ્યવહારો માટેની રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ (આરટીજીએસ) સુવિધા આજથી 24 કલાક ઉપલબ્ધ રહેશે. આ રીતે, ભારત વિશ્વનાં કેટલાક દેશોમાં જોડાશે જ્યાં આરટીજીએસ સાત દિવસ અને 24 કલાક કાર્યરત હોય છે.

corona 258 આજથી ડિઝિટલ લેવડ-દેવડ RTGS ની સુવિધા 24 કલાક

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ઓક્ટોબરમાં જાહેરાત કરી હતી કે, આરટીજીએસ સુવિધા વર્ષનાં બધા દિવસો પર ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે. રિઝર્વ બેંકનાં ગવર્નર શક્તિકાંત દાસે ટ્વિટ કર્યું છે કે, આરટીજીએસ 13 ડિસેમ્બરે બપોરે 12:30 વાગ્યાથી રાત્રીનાં 24 કલાક કાર્યરત રહેશે. આ શક્ય બનવા બદલ આરબીઆઈની ટીમને, આઈએફટીએએસ અને સેવા ભાગીદારોને અભિનંદન. આ સાથે, ભારત વિશ્વનાં કેટલાક દેશોમાં આવી ગયું છે જે જ્યા આરટીજેએસ સિસ્ટમ આખા વર્ષ દરમિયાન ચોવીસ કલાક ચાલુ રહેશે. લગભગ એક વર્ષ પહેલા, રિઝર્વ બેંકે NEFT ની કામગીરી ચોવીસ કલાક કરી હતી. NEFT એ નાના મૂલ્યનાં વ્યવહારોની એક લોકપ્રિય પદ્ધતિ છે. RTGS એ 26 માર્ચ, 2004 નાં રોજ ચાર બેંકો સાથે કામગીરી શરૂ કરી હતી. હાલમાં, દરરોજ 237 ભાગીદાર બેંકો વચ્ચે 4.17 લાખ કરોડ રૂપિયાનાં 6.35 લાખ ટ્રાન્ઝેક્શન થાય છે. નવેમ્બર 2020 માં RTGS પર સરેરાશ ટ્રાન્ઝેક્શનનું કદ 57.96 લાખ રૂપિયા હતું. આ રીતે તે અસલમાં મોટી કિંમત ચૂકવણીની વધુ સારી સિસ્ટમ સાબિત થઈ છે.

corona 259 આજથી ડિઝિટલ લેવડ-દેવડ RTGS ની સુવિધા 24 કલાક

RTGS નાણાકીય વ્યવહારો માટેનું શ્રેષ્ઠ મેસેજિંગ માનક આઇએસઓ 20022 નો ઉપયોગ કરે છે,. આરટીજીએસમાં, લાભકર્તાનાં ખાતામાં પૈસા પ્રવેશ માટેની પુષ્ટિનું ફિચર પણ ઉપલબ્ધ છે. શરૂઆતમાં, રિઝર્વ બેન્કે NEFT અને RTGS સિસ્ટમ્સ દ્વારા ટ્રાન્ઝેક્શન પર કોઈ શુલ્ક લગાવ્યો ન હતો. દેશમાં ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહિત કરવા આ પગલું લેવામાં આવ્યું છે. આ સિવાય રિઝર્વ બેંકે બેંકોને ગ્રાહકોને તેના લાભ આપવા જણાવ્યું હતું. હવે રિઝર્વ બેંક RTGS અને NEFT દ્વારા ટ્રાન્ઝેક્શન માટે બેંકો પર લઘુતમ ફી વસૂલ કરે છે. વળી બેંકો ગ્રાહકો પાસેથી શુલ્ક લે છે.

RBI એ આ સહકારી બેંકનું લાઇસન્સ કર્યું રદ, જાણો જમાકર્તાઓને તેમના નાણાં કેવી રીતે મળશે…

છેલ્લા 2 વર્ષમાં સૌથી મોંઘુ થયુ પેટ્રોલ, સામાન્ય જનતા ત્રસ્ત

આવતી કાલથી બેંકની આ સર્વિસ મળશે 24 કલાક, ઘરે બેસીને ટ્રાંસફર કરી શકશો મોટી રકમ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…