Not Set/ ફ્રેન્ચ હેકર્સનો દાવો- આરોગ્ય સેતુ એપમાં છે ખામી, 9 કરોડ યૂઝર્સની ગોપનીયતા પર સંકટ

ભારતની કોરોના ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશન આરોગ્ય સેતુ એપ્લિકેશનમાં ખામી જોવા મળી છે, જેના કારણે 9 કરોડ યૂઝર્સની ગોપનીયતા જોખમમાં મુકાઇ છે. આ દાવો ફ્રેન્ચ હેકર દ્વારા કરવામાં આવ્યો છે. વળી, તેમણે એમ પણ કહ્યું છે કે, રાહુલ ગાંધીએ આ એપ વિશે બરાબર કહ્યું છે. લોકપ્રિય ફ્રેન્ચ હેકર રોબર્ટ બાપ્ટિસ્ટે કહ્યું છે કે, તેમને એરોગ્ય સેતુ […]

World
2bc0bcb7d9aed7b5cb517520ed873d1b ફ્રેન્ચ હેકર્સનો દાવો- આરોગ્ય સેતુ એપમાં છે ખામી, 9 કરોડ યૂઝર્સની ગોપનીયતા પર સંકટ

ભારતની કોરોના ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશન આરોગ્ય સેતુ એપ્લિકેશનમાં ખામી જોવા મળી છે, જેના કારણે 9 કરોડ યૂઝર્સની ગોપનીયતા જોખમમાં મુકાઇ છે. આ દાવો ફ્રેન્ચ હેકર દ્વારા કરવામાં આવ્યો છે. વળી, તેમણે એમ પણ કહ્યું છે કે, રાહુલ ગાંધીએ આ એપ વિશે બરાબર કહ્યું છે.

લોકપ્રિય ફ્રેન્ચ હેકર રોબર્ટ બાપ્ટિસ્ટે કહ્યું છે કે, તેમને એરોગ્ય સેતુ એપ્લિકેશનમાં મોટી ખામી જોવા મળી છે. તેમણે એક ટ્વિટમાં એરોગ્ય સેતુ એપને ટેગ કરતા કહ્યું છે કે, ‘આરોગ્ય સેતુ એપની સુરક્ષા ખામીયુક્ત છે. 9 કરોડ ભારતીય યૂઝર્સની ગુપ્તતા જોખમમાં છે, શું તમે ખાનગીમાં સંપર્ક કરી શકો છોઆ ટ્વિટમાં તેમણે એમ પણ લખ્યું છે કે, રાહુલ ગાંધીએ આરોગ્ય સેતુ એપ્લિકેશન વિશે જે કહ્યું હતું તે સાચું છે. આપને જણાવી દઈએ કે, તાજેતરમાં રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરીને આરોગ્ય સેતુ એપને યૂઝર્સની ગોપનીયતા વિરુદ્ધ બતાવી છે.

જો તમને રોબર્ટ બેબિસ્ટે વિશે ખબર નથી, તો જણાવી દઇએ કે આ ફ્રેન્ચ હેકરે આધાર લીકનો ખુલાસો કર્યો હતો. આ સિવાય તેઓ દુનિયાભરનાં ઘણા ડેટા લીકનો ખુલાસો કરી ચુક્યા છે. આ ટ્વિટનાં લગભગ એક કલાક પછી રોબર્ટે ફરીથી ટ્વીટ કર્યું. આ ટ્વિટમાં તેણે દાવો કર્યો છે કે આરોગ્ય સેતુ એપ્લિકેશન અંગે તેમના ટ્વીટનાં 49 મિનિટ પછી ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે. બીજા એક ટ્વિટમાં તેમણે લખ્યું કે, ‘મારા ટ્વિટનાં 49 મિનિટ પછી કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ એટલે કે સીઈઆરટી અને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઈસી) ની ટીમે સંપર્ક કર્યો અને મેં તેમને આ એપ ની ખામી વિશે જણાવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.