Not Set/ બાબાએ લગાવી ટ્રેન પર બ્રેક,201ટ્રેન રદ

ડેરા સચ્ચાં સોદાના પ્રમુખ રામ રહીમ સામેના બળાત્કારના કેંસ પર આજના કોર્ટના નિર્ણય  પહેલા જ પંજાબ અને હરિયાણા જનાર ઘણી ટ્રેનોને કેન્સલ કરવામાં આવી છે. જાણકારી મુજબ કુલ 201 ટ્રેનોને રદ કરવામા આવી છે.રહીમના સમર્થકોને ચંદીગઢમાં ન ધૂસવા અંગેની ચેતવણી આપવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રવેશ કરવા અંગે કડક સૂચન કરવામાં આવ્યુ છે ઉપરાતં પ્રવેશ […]

India
img60454972968 બાબાએ લગાવી ટ્રેન પર બ્રેક,201ટ્રેન રદ

ડેરા સચ્ચાં સોદાના પ્રમુખ રામ રહીમ સામેના બળાત્કારના કેંસ પર આજના કોર્ટના નિર્ણય  પહેલા જ પંજાબ અને હરિયાણા જનાર ઘણી ટ્રેનોને કેન્સલ કરવામાં આવી છે. જાણકારી મુજબ કુલ 201 ટ્રેનોને રદ કરવામા આવી છે.રહીમના સમર્થકોને ચંદીગઢમાં ન ધૂસવા અંગેની ચેતવણી આપવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રવેશ કરવા અંગે કડક સૂચન કરવામાં આવ્યુ છે ઉપરાતં પ્રવેશ કરનાર અંગે સખત કાર્યવાહી કરવામાં આવશે.પુરુષો,સ્ત્રીઓ અને બાળકોથી માંડી ડેરાના આશરે 1.5લાખ અનુયાયી પંચકુલામાં ભેગા થયાં છે. આ તમામ અનુયાયીયોંને સુરક્ષા બળ પંચકુલાથી જવા માટે વિનંતી કરી રહ્યુ છે.15 હજાર જવાનો પંજાબ-હરિયાણામાં ખડેપગે છે. કારણ કે નિર્ણય ડેરા પ્રમુખના વિરોધમાં આવશે તો સમસ્યા સર્જાવાનો પૂરેપૂરો ભય દેખાઈ રહ્યો છે.પંજાબ અને હરિયાણાના સંવેદનશીલ વિસ્તારમાં સેનાના જવાનોને તહેનાત કરી દેવાયા છે અને સુરક્ષા અંગેના કડક પગલા લેવાયા છે.